પાટણ તાલુકા પંચાયતમાં સમિતિઓની રચના, વિકાસના મુદ્દાઓ પર ચર્ચા
પાટણ, 11 જૂન (હિ.સ.) પાટણ તાલુકા પંચાયતની પ્રથમ ખાસ સાધારણ સભા પ્રમુખ જીનલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કારોબારી સમિતિમાં આઠ સભ્યો અને સામાજિક ન્યાય સમિતિમાં પાંચ સભ્યોની રચના કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા તરીકે તૃપ્તિ વિરલ પટેલન
પાટણ તાલુકા પંચાયતમાં સમિતિઓની રચના, વિકાસના મુદ્દાઓ પર ચર્ચા


પાટણ, 11 જૂન (હિ.સ.) પાટણ તાલુકા પંચાયતની પ્રથમ ખાસ સાધારણ સભા પ્રમુખ જીનલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કારોબારી સમિતિમાં આઠ સભ્યો અને સામાજિક ન્યાય સમિતિમાં પાંચ સભ્યોની રચના કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા તરીકે તૃપ્તિ વિરલ પટેલનું મેન્ડેડ પણ જાહેર કરવામાં આવ્યું.

સભા દરમિયાન તાલુકા વિકાસ અધિકારીએ સભ્યોને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026 અંગે માહિતી આપી હતી. ઉપરાંત 12થી 20 તારીખ દરમિયાન યોજાનારી જનકલ્યાણ શિબિરો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરો કુણઘેર, સંખારી, નોરતા અને કણી ગામોમાં યોજાશે.

પ્રમુખે તાલુકાના તમામ ગામોમાં વિકાસકાર્યોને ગતિ આપવા તલાટીઓને સમયસર કામગીરી કરવા સૂચના આપી હતી. બાકી રહેલા વિકાસ કામો સરપંચોની સાથે સંકલન કરીને ઝડપથી પૂર્ણ કરવા અને ગ્રામ પંચાયતોનો વેરો ઉઘરાવવામાં સભ્યો સહકાર આપે તે મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

બેઠકમાં તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિ ચેરમેનની ઓફિસોમાં એસી લગાવવાના કામો પણ રજૂ કરાયા હતા. અંતે સ્વચ્છતાના શપથ લેવાયા અને અન્ય કોઈ રજૂઆત ન રહેતા સભાની કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande