
પોરબંદર, 11 જૂન (હિ.સ.) એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) પોરબંદર દ્વારા ગ્રામીણ મહિલાઓને સ્વનિર્ભર અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે કુતિયાણા તાલુકાના ફરેર ગામની પ્રાથમિક શાળા ખાતે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જનરલ ઈડીપી – સાબુ, ફીનાઈલ તથા હેન્ડવોશની બનાવટ' વિષયક આ તાલીમ શિબિરમાં વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી હતી, જેમાં સ્થાનિક બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય માસ્ટર ટ્રેનર (ગેસ્ટ ફેકલ્ટી) તરીકે પોરબંદરના હિતેશભાઈ પાંજરીએ સેવા આપીને બહેનોને પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં તમામ સહભાગી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવા માટે એસ.બી.આઈ. આરસેટી પોરબંદરના નિયામક તેમજ સંસ્થાનો ખાસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya