કેન્દ્ર સરકારે, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને શૂન્ય કરી
નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. આ ડ્યુટી મુક્તિ પેટ્રોલના ઈ-22, ઈ-25, ઈ-27 અને ઈ-30 પ્રકારો પર લાગુ થશે. આ સંબંધમાં એક જાહેરનામામાં નાણાં મંત્રાલયે બુધવારે માહિતી આપી
ઇથોલ


નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. આ ડ્યુટી મુક્તિ પેટ્રોલના ઈ-22, ઈ-25, ઈ-27 અને ઈ-30 પ્રકારો પર લાગુ થશે.

આ સંબંધમાં એક જાહેરનામામાં નાણાં મંત્રાલયે બુધવારે માહિતી આપી હતી કે, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને 22 ટકાથી 30 ટકા સુધીની એક્સાઈઝ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામા અનુસાર, 22, 25, 27 અને 30 ટકા ઇથેનોલ મિશ્રણવાળા પેટ્રોલ પર, શૂન્ય આબકારી જકાત લાગશે. આ આબકારી જકાતની છૂટનો હેતુ ગ્રાહકોને, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ તરફ પ્રોત્સાહન આપવાનો છે. જાહેર ક્ષેત્રની ઓઇલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ મેના બીજા પખવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 7.5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યા બાદ સરકારનું આ પગલું આવ્યું છે.

કેન્દ્ર સરકારે માર્ચમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં, 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો, જેના કારણે વાર્ષિક આવકમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. સરકારના આ પગલાનો ઉદ્દેશ મધ્ય પૂર્વની કટોકટી વચ્ચે સ્થાનિક ગ્રાહકોને, કાચા તેલના વધતા વૈશ્વિક ભાવથી બચાવવાનો હતો.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande