ગુજરાત પોલીસ રોજ બે કલાક પ્રજાની ફરિયાદ સાંભળશે
- સીપી થી લઈને પીઆઇને હાજર રહેવા ડીજીપીનો આદેશ - સામાન્ય અરજીનો 15’દિમાં નિકાલ ફરજિયાત - દરેક કચેરીમાં વિશેષ રજિસ્ટર લખાશે ગાંધીનગર,11 જૂન (હિ.સ.) ગુજરાતના નવ પૂર્ણ સમયના પોલીસ વડા જી.એસ.મલિકે એક મહત્વપૂર્ણ કચેરી હુકમ જાહેર કર્યો છે. રાજ્યમાં
Gujarat Police will listen to public complaints for two hours every day


- સીપી થી લઈને પીઆઇને હાજર રહેવા ડીજીપીનો આદેશ

- સામાન્ય અરજીનો 15’દિમાં નિકાલ ફરજિયાત

- દરેક કચેરીમાં વિશેષ રજિસ્ટર લખાશે

ગાંધીનગર,11 જૂન (હિ.સ.) ગુજરાતના નવ પૂર્ણ સમયના પોલીસ વડા જી.એસ.મલિકે એક મહત્વપૂર્ણ કચેરી હુકમ જાહેર કર્યો છે. રાજ્યમાં સામાન્ય નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક કક્ષાએ જ ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે મહત્વપૂર્ણ કચેરી હુકમ જાહેર કર્યો છે.

આ ઐતિહાસિક નિર્ણય હેઠળ હવે રાજ્યના તમામ પોલીસ કમિશનર થી લઈને પોલીસ સ્ટેશનના પીઆઈ કક્ષાના અધિકારીઓએ દરરોજ ફરજિયાત 2 કલાકનો સમય નાગરિકોના પ્રશ્નો સાંભળવા માટે ફાળવવો પડશે.

આ હુકમનો મુખ્ય હેતુ એ છે કે, અરજદારોને ન્યાય મેળવવા માટે ડીજીપી કચેરી કે સચિવાલય સુધી ધક્કા ન ખાવા પડે.

નવી ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ, રાજ્યના તમામ પોલીસ કમિશનર, સંયુક્ત, અધિક, નાયબ અને મદદનીશ પોલીસ કમિશનર, રેન્જ આઇજી તથા જિલ્લા પોલીસ વડા કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓ દરરોજ બપોરે 12:00 થી 02:00 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહીને મુલાકાતીઓને સાંભળશે.

જો કોઈ અનિવાર્ય કારણસર મુખ્ય અધિકારી હાજર ન હોય, તો કચેરીના વરિષ્ઠ અધિકારી અથવા રીડર અરજદારોની રજૂઆતો સ્વીકારી તેને પ્રાથમિકતાના ધોરણે નિકાલ માટે આગળ વધારશે.

બીજી તરફ, પોલીસ સ્ટેશન સ્તરે પીઆઇ અને થાણા અમલદારો માટે સાંજે 4 થી 6 વાગ્યાનો સમય નક્કી કરાયો છે. આ સમયગાળા દરમિયાન તેઓએ પોલીસ સ્ટેશનમાં હાજર રહી નાગરિકોની ફરિયાદો સાંભળવી અને જરૂરી કાર્યવાહી શરૂ કરવી રહેશે.

પોલીસ વિભાગનું માનવું છે કે, આ વ્યવસ્થાથી સામાન્ય નાગરિકોને નાના-મોટા પ્રશ્નોના ઉકેલ માટે ઉચ્ચ કચેરીઓના ચક્કર કાપવાની જરૂર રહેશે નહીં.આર્થિક ગુનાઓ, વૈવાહિક અને પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોનો નિકાલ વધુમાં વધુ 6 અઠવાડિયામાં કરવો પડશે.

ડીજીપી ના આદેશ મુજબ અરજીઓના નિકાલ માટે પણ કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

આર્થિક ગુનાઓ, વૈવાહિક અને પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોનો નિકાલ વધુમાં વધુ 6 અઠવાડિયામાં કરવો પડશે. જ્યારે અન્ય તમામ પ્રકારની સામાન્ય અરજીઓનો નિકાલ 15 દિવસની અંદર લાવવાનો રહેશે.

વહીવટી પારદર્શિતા જળવાઈ રહે તે માટે દરેક કચેરીમાં અરજદારોની વિગતો નોંધવા વિશેષ રજિસ્ટર રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. ઉપરાંત, કોઈ અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન સંજ્ઞેય ગુનો બન્યો હોવાનું સામે આવે તો તાત્કાલિક FIR નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની ફરજિયાત સૂચના આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande