ગોધરા ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો શુભારંભ કરાવતા કલેક્ટર અજય દહિયા
ગોધરા, 11 જૂન (હિ.સ.) : ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો શુભારંભ જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા લીલી ઝંડી આપીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે,વડાપ્રધાન ના ૧૨ વર્ષના
ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર  અજય દહિયા


ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર  અજય દહિયા


ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર  અજય દહિયા


ગોધરા, 11 જૂન (હિ.સ.) : ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો શુભારંભ જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા લીલી ઝંડી આપીને કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે,વડાપ્રધાન ના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે, જેના અંતર્ગત ગોધરા ખાતેના ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી 'પ્રગતિ પથ યાત્રા' ના બીજા તબક્કાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ યાત્રામાં ગોધરા અને પંચમહાલ જિલ્લાના પ્રબુદ્ધ તેમજ સામાન્ય નાગરિકો ઉત્સાહભેર જોડાયા છે. વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન જે વિવિધ પ્રકલ્પો અને વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું છે, આ યાત્રા તે તમામ સ્થળોની મુલાકાત લેશે અને લોકોમાં જનજાગૃતિ લાવવાનું કામ કરશે. આ યાત્રાનો મુખ્ય હેતુ દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં એક 'વિકસિત ભારત' બનાવવાનો છે, જેથી વડાપ્રધાનના આ સંકલ્પ અને વિઝન સાથે વધુમાં વધુ લોકો જોડાઈને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે, કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પંચમહાલ જિલ્લાના આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ આર્ચરી (તીરંદાજી) સહિત વિવિધ રમતોમાં મેડલ જીતીને જિલ્લાનું નામ રોશન કરનાર પ્રતિભાવંત ખેલાડીઓનું વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ તકે વર્ષ ૨૦૧૦થી ગુજરાતમાં શરૂ થયેલા રાજ્યના સૌથી મોટા રમતોત્સવ ‘ખેલ મહાકુંભ’ની સફળ સફર અને ભવિષ્યમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓના આયોજન અંગેની એક પ્રેરણાદાયી વિડિયો ક્લિપ દર્શાવવામાં આવી હતી. સાથે જ ગુજરાત સરકારની વિવિધ ખેલ યોજનાઓ અંતર્ગત ખેલાડીઓને મળતા આર્થિક અને માળખાકીય લાભો વિશે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર અજય દહીયાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિવિધ રમતોના મેદાનોની રૂબરૂ મુલાકાત લીધી હતી તથા રમતગમતની ભૌતિક સુવિધાઓને વધુ આધુનિક અને સુદ્રઢ બનાવવા માટે જરૂરી સૂચનો અને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પ્રણય વિજયવર્ગીય, પ્રાંત અધિકારી મોદી, ગોધરા નગરપાલિકા પ્રમુખ સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ, તાલુકા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ગોધરાના નગરજનો અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande