રાષ્ટ્રપતિ શુક્રવારથી ઉત્તરાખંડના બે દિવસીય પ્રવાસે રહેશે
નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, 12 જૂનથી ઉત્તરાખંડના બે દિવસીય પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ 13 જૂને ભારતીય સૈન્ય અકાદમી (આઈએમએ)માં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને પાસિંગ આઉટ પરેડની સલામી લેશે. રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, 12 જૂનથી ઉત્તરાખંડના બે દિવસીય પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ 13 જૂને ભારતીય સૈન્ય અકાદમી (આઈએમએ)માં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને પાસિંગ આઉટ પરેડની સલામી લેશે.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા ગુરુવારે જાહેર કરાયેલી માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ મુર્મુ 13 જૂને દેહરાદૂન સ્થિત ભારતીય સૈન્ય અકાદમી (આઈએમએ)માં 158મા રેગ્યુલર કોર્સ અને 141મા ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સની પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભાવી સૈન્ય અધિકારીઓની પરેડનું નિરીક્ષણ કરશે તેમજ તાલીમ પૂર્ણ કરનાર કેડેટ્સની સિદ્ધિઓનું અવલોકન કરશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સૈન્ય અકાદમીની પાસિંગ આઉટ પરેડ ભારતીય સેનામાં નવા અધિકારીઓના ઔપચારિક સમાવેશ માટેનો એક મહત્વપૂર્ણ પ્રસંગ ગણાય છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande