સુરતના મગદલ્લામાં કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવતાં ચકચાર
સુરત, 11 જૂન (હિ.સ.) : શહેરનાં છેવાડે આવેલ મગદલ્લા વિસ્તારમાં રહેતા યુવકે કિશોરીને લલચાવી ફોસલાવી અવારનવાર શારીરીક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મગદલ્લા વિસ્ત
સુરતના મગદલ્લામાં કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવતાં ચકચાર


સુરત, 11 જૂન (હિ.સ.) : શહેરનાં છેવાડે આવેલ મગદલ્લા વિસ્તારમાં રહેતા યુવકે કિશોરીને લલચાવી ફોસલાવી અવારનવાર શારીરીક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મગદલ્લા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય અમીત ભાભોરે તેના વિસ્તારમાં રહેતી 14 વર્ષની કિશોરીને અણસમજણનો લાભ લઈ જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં મગદલ્લા વિસ્તારમાં લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન સગીરા આશરે પાંચ માસની ગર્ભવતી બની હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે કિશોરીનાં પરિવારજનોના માથે આભ તુટી પડ્યું હતું. ઘટના અંગે જાણ થતાં જ પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે પરિવારજનોની ફરિયાદ લઈ અમીત ભાભોર સમે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande