સુરતના સાંઈ દર્શન ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીનું 37.27 લાખમાં ઉઠામણું
સુરત, 11 જૂન (હિ.સ.) : સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વધુ એક ઉઠામણાનો કિસ્સો સામે આવ્યો છે. રિંગરોડની સાંઈ દર્શન ટેક્સટાઈલ માર્કેટમાં જય જીન ફેભના પ્રોપરાઈટરોએ દલાલ સાથે મળી ત્રણ વેપારીઓ પાસે સાડી ઉપર જાબવર્કનું કામ કરાવ્યા બાદ મજુરીના રૂપિયા 37.27 લા
સુરતના સાંઈ દર્શન ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીનું 37.27 લાખમાં ઉઠામણું


સુરત, 11 જૂન (હિ.સ.) : સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વધુ એક ઉઠામણાનો કિસ્સો સામે આવ્યો છે. રિંગરોડની સાંઈ દર્શન ટેક્સટાઈલ માર્કેટમાં જય જીન ફેભના પ્રોપરાઈટરોએ દલાલ સાથે મળી ત્રણ વેપારીઓ પાસે સાડી ઉપર જાબવર્કનું કામ કરાવ્યા બાદ મજુરીના રૂપિયા 37.27 લાખ નહી ચુકવી દુકાન અને મોબઈલ બંધ કરી રફુચક્કર થઈ જતા સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ મામલો પોલીસમાં પહોચ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાના વરાછા ખાતે ગીરનાર સોસાયટીમાં રહેતા સત્યપાલસિંહ સહદેવસિંહ ગોહીલ (ઉ.વ.32) વેપાર ધંધા સાથે સંકળાયેલા છે અને પુણાગામની આઈએફએમ માર્કેટમાં રૂદ્રા ફેશન ફર્મના નામે ધંધો કરે છે. મૂળ ભાવનગરના પાલીતાણાના વતની સત્યપાલસિંહ પાસે જાન્યુઆરી 2026થી મે 2026 સુધીમાં કાપડ દલાલ સુરેશ ઓધાભાઈ લાખણકીયા (રહે, ભોળાનાથનગર, લસકાણા) મારફતે રિંગરોડની સાંઈ દર્શન ટેક્ષટાઈલ માર્કેટમાં મેસર્સ જય જીન ફેભના માલીક નિતેશ સાંવરમલ અગ્રવાલ અને વિશાલ શર્માએ સાડી પર જોબવર્ક કરાવ્યું હતું. જેના મજુરીના રૂપિયા 2,42,000 લેવાના નિકળતા હતા આ ઉપરાંત આરોપીઓએ અન્ય બે વેપારીઓ પાસેથી પણ કુલ રૂ.34,85,353નું જોબવર્ક કરાવ્યું હતું. આમ કુલ રૂ.37,27,353નું સાડી ઉપર જાબવર્ક કરાવ્યા બાદ ત્રણેય વેપારીઓને પેમન્ટ નહી ચુકવી પોતાની દુકાન તથા મોબાઇલ ફોન બંધ કરી ઉઠામણું કરી ફરાર થઈ ગયા હતા. લાંબા સમય સુધી સંપર્ક ન થતાં વેપારીઓને છેતરાયા હોવાની શંકા જતા ગતરોજ ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande