મેયરએ શહેરમાં ચાલી રહેલી પ્રિ-મોન્સૂન અને વિકાસલક્ષી કામગીરીની સ્થળ મુલાકાત લીધી.
પોરબંદર, 11 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીના ઝડપી અને સરળ નિકાલ માટે વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી તથા પ્રિ-મોન્સૂન કામગીરી મેયરની સૂચનાથી અને મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં હાથ
મેયરએ શહેરમાં ચાલી રહેલી પ્રિ-મોન્સૂન અને વિકાસલક્ષી કામગીરીની સ્થળ મુલાકાત લીધી.


મેયરએ શહેરમાં ચાલી રહેલી પ્રિ-મોન્સૂન અને વિકાસલક્ષી કામગીરીની સ્થળ મુલાકાત લીધી.


મેયરએ શહેરમાં ચાલી રહેલી પ્રિ-મોન્સૂન અને વિકાસલક્ષી કામગીરીની સ્થળ મુલાકાત લીધી.


પોરબંદર, 11 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીના ઝડપી અને સરળ નિકાલ માટે વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી તથા પ્રિ-મોન્સૂન કામગીરી મેયરની સૂચનાથી અને મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીની પ્રગતિનું મૂલ્યાંકન કરવા પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે મેયર સાથે ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, બાંધકામ શાખાના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા તેમજ અધિકારીઓ અને એજન્સીની ટીમ સહિત હાજર રહ્યા હતા. મેયરએ શહેરમાં આવેલ સ્ટોર્મ વોટર પમ્પીંગ સ્ટેશન ખાતે સ્થળ નિરીક્ષણ કરી વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. અધિકારીઓ દ્વારા પમ્પીંગ સ્ટેશનની કાર્યક્ષમતા, ઉપલબ્ધ મશીનરી અને ચોમાસા દરમિયાન તાત્કાલિક પ્રતિસાદ માટેની વ્યવસ્થાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. મેયરએ તમામ સાધનો અને વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કાર્યરત રહે તે માટે જરૂરી તકેદારી રાખવા સૂચના આપી હતી. ત્યારબાદ વીર ભનુની ખાંભી નજીક ચાલી રહેલી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવી મેયરએ કામની ગુણવત્તા જાળવી સમયમર્યાદામાં પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો. નરસંગ ટેકરી વિસ્તાર તથા રેલવે ફાટક નજીકના વિસ્તારોમાં આવેલા નાળાઓની તાત્કાલિક સફાઈ હાથ ધરવા અને વરસાદી પાણીના અવરોધમુક્ત નિકાલ માટે જરૂરી પગલાં ભરવા જણાવ્યું હતું. સાથે જ બોખીરા વિસ્તારની મુલાકાત દરમિયાન મેયરશ્રીએ વરસાદી પાણીના વધતા પ્રવાહને ધ્યાનમાં રાખી પાણીના ઝડપી નિકાલ માટે વધુ સક્ષમ વ્યવસ્થા ઉભી કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત રોકડીયા હનુમાન વિસ્તારમાં ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે રોકડિયા હનુમાન મંદિરની સામે ખાડીમાં પાણીનો નિકાલ કરવા એન્જિનિયર અને એજન્સીની ટીમને મેયર એ સૂચના આપી હતી. ખાસ કરીને ખાપટના અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાવાની ચોમાસા દરમિયાન સમસ્યા રહે છે, તેના નિવારણ માટે રોકડિયા હનુમાન મંદિર સામે સ્ટ્રોમ વોટરનો પાઇપ નાખવા તુરંત જ સર્વેની કામગીરી કરવા જણાવ્યું હતું. મોટા વ્યાસનો પાઈપ નાખી વરસાદી પાણીના નિકાલની સુવિધા વહેલી તકે કાર્યાન્વિત કરવા સૂચના આપવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી વિકાસલક્ષી તથા પ્રિ-મોન્સૂન કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે અને જરૂરી તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande