પાટણમાં નિર્જળા એકાદશી મહોત્સવ ભક્તિમય માહોલમાં કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ
પાટણ, 11 જૂન (હિ.સ.) પાટણના શ્રી જગન્નાથજી મંદિરમાં નિર્જળા એકાદશી વ્રત અને પુરુષોત્તમ જ્ઞાન કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. સનાતન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતી આ એકાદશી નિમિત્તે મંદિર પરિસરમાં જપ, તપ, પૂજન અને સત્સંગનો માહોલ સર્જાયો હતો, જેમાં
પાટણમાં નિર્જળા એકાદશી મહોત્સવ ભક્તિમય માહોલમાં કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો.


પાટણમાં નિર્જળા એકાદશી મહોત્સવ ભક્તિમય માહોલમાં કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો.


પાટણ, 11 જૂન (હિ.સ.) પાટણના શ્રી જગન્નાથજી મંદિરમાં નિર્જળા એકાદશી વ્રત અને પુરુષોત્તમ જ્ઞાન કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. સનાતન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતી આ એકાદશી નિમિત્તે મંદિર પરિસરમાં જપ, તપ, પૂજન અને સત્સંગનો માહોલ સર્જાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુને પ્રિય ગણાતી એકાદશી તિથિના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું. ભક્તોએ વ્રત, જપ અને પ્રભુ આરાધના કરીને આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. યજમાન પરિવારો દ્વારા ભગવાન જગન્નાથજી સમક્ષ વિશેષ પૂજાવિધિ યોજાઈ હતી, જેમાં કનુભાઈ શુકલ (મહારાજ) અને સેવકગણનો સહયોગ રહ્યો હતો.

શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી તથા રથયાત્રા સમિતિના પ્રમુખ આચાર્ય પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે પાટણની ધર્મપ્રિય જનતાના સહકારથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. તેમણે તમામ ભાવિકોનો આભાર વ્યક્ત કરી ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી પાટણમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande