વાલિયા એપીએમસીમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની સત્તાનું સુકાન યથાવત
ભરૂચ, 11 જૂન (હિ.સ.) ભરૂચ જિલ્લાની સહકારી રાજનીતિના મહત્વના કેન્દ્ર ગણાતા વાલિયા માર્કેટ યાર્ડ ખાતે ઉત્સાહભર્યા માહોલમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની બીજી ટર્મની ચૂંટણી યોજાઈ હતી. વાલિયા બજાર સમિતિની બીજી ટર્મની આ ચૂંટણીમાં ચેરમેન તરીકે યોગેન્દ્રસિંહ જશ
વાલિયા એપીએમસીમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની સત્તાનું સુકાન યથાવત


ભરૂચ, 11 જૂન (હિ.સ.)

ભરૂચ જિલ્લાની સહકારી રાજનીતિના મહત્વના કેન્દ્ર ગણાતા વાલિયા માર્કેટ યાર્ડ ખાતે ઉત્સાહભર્યા માહોલમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની બીજી ટર્મની ચૂંટણી યોજાઈ હતી. વાલિયા બજાર સમિતિની બીજી ટર્મની આ ચૂંટણીમાં ચેરમેન તરીકે યોગેન્દ્રસિંહ જશવંતસિંહ મહિડા અને વાઇસ ચેરમેન તરીકે પ્રવીણસિંહ મુળજીબાવા સુરતીયાની બિનહરીફ વરણી થતાં સહકારી ક્ષેત્રના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

એક જ દરખાસ્ત આવતાં ચૂંટણી અધિકારીએ જાહેરાત કરી હતી. ભરૂચના જિલ્લા રજિસ્ટ્રાર સ.મ. પરેશ બી.કણકોટીયાના અધ્યક્ષ સ્થાને વાલિયા એપીએમસી કાર્યાલય ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ચેરમેન પદ માટે યોગેન્દ્રસિંહ જશવંતસિંહ મહિડાના નામની માત્ર એક જ દરખાસ્ત રજૂ થઈ હતી. કોઈ અન્ય ઉમેદવારી ન આવતાં ચૂંટણી અધિકારી દ્વારા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરી ચેરમેન તરીકેનું સુકાન ફરી સોંપવામાં આવ્યું હતું.

વાઇસ ચેરમેન પદની રેસમાં પણ સર્વસંમતિ સાધવામાં આવી હતી.ચેરમેનની વરણી બાદ, નવનિયુક્ત ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડાના અધ્યક્ષપણા હેઠળ વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન બીજા ટર્મના વાઇસ ચેરમેન તરીકે પ્રવીણસિંહ મુળજીબાવા સુરતીયાના નામની એકમાત્ર દરખાસ્ત આવી હતી. જેના પગલે ચેરમેન દ્વારા તેમને પણ બિનહરીફ વિજેતા ઘોષિત કરી વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપાઈ હતી.

નવનિયુક્ત હોદ્દેદારોનો સંકલ્પ ખેડૂતો માટે પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાશે .બિનહરીફ ચૂંટાયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેને સંયુક્ત રીતે ખેડૂતમિત્રોના હિતમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ખેડૂતોની ખેતપેદાશોના પોષણક્ષમ અને પૂરતા ભાવો મળી રહે તે માટે એપીએમસી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવશે. ભવિષ્યમાં આ વિસ્તારમાં ખેતપેદાશોના આધુનિક પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને જગતના તાતના આર્થિક ઉત્થાન અને પ્રગતિ માટે જરૂરી તમામ નક્કર પગલાં લેવાની ખાતરી તેમણે આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande