જામનગરમાં બે સ્થળે ધમધમતા દેશી દારૂના 3 અડ્ડા ઝડપાયા : ત્રણ મહિલાઓ સામે ગુના નોંધાયા
જામનગર, 11 જૂન (હિ.સ.) : જામનગર શહેરના બાવરીવાસ અને વુલન મિલ વિસ્તાર ખાતે સીટી ‘સી’ ડિવિઝન પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂ બનાવવાના ત્રણ અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો તથા દારૂ બનાવવાનો આથો મળી ક
દારૂ


જામનગર, 11 જૂન (હિ.સ.) : જામનગર શહેરના બાવરીવાસ અને વુલન મિલ વિસ્તાર ખાતે સીટી ‘સી’ ડિવિઝન પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂ બનાવવાના ત્રણ અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો તથા દારૂ બનાવવાનો આથો મળી કુલ રૂ.8,250થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે ખુલ્લી ફાટક બાવરીવાસ વિસ્તારમાં શંકુતલાબેન દીપકભાઈ કોળીના ઝૂંપડામાં દરોડો પાડી 10 લિટર દેશી દારૂ, 90 લિટર આથો અને દારૂ બનાવવાના સાધનો મળી કુલ રૂ.4,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય એક દરોડામાં ગણપતનગર બાવરીવાસ વિસ્તારમાં સોનલબેન સુરજભાઈ સોલંકીના રહેણાંક ઝૂંપડામાંથી 5 લિટર દેશી દારૂ, 90 લિટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.3,400નો મુદ્દામાલ ઝડપાયો હતો.

જ્યારે વુલન મિલ ફાટક નજીક બાવરીવાસ વિસ્તારમાં કલીબેન સંતોષભાઈ સોલંકીના ઝૂંપડામાંથી 2 લિટર દેશી દારૂ, 70 લિટર આથો અને દારૂ બનાવવાના સાધનો મળી આવ્યા હતા. ત્રણેય મહિલાઓ પોલીસ દરોડા સમયે હાજર મળી આવી ન હોવાથી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande