ઉધનામાં બિલ્ડર પાસેથી રૂપિયા 70 લાખની ખંડણીની માંગણી
સુરત, 11 જૂન (હિ.સ.): ઉધના વિસ્તારમાં રહેતા બિલ્ડરને ગેરકાયદેસર બાંધકામ કરો છો કહી 70 લાખ માંગણી કરી અથવા તમારા એપાર્ટમેન્ટમાં ચાર ફ્લેટ મારા નામ કરી દો નહીતર સુરત મહાનગરપાલિકામાં અરજી કરી એપાર્ટમેન્ટનું બાંધકામ તોડાવી નાંખીશ હોવાની ધમકી આપી ખંડણી
ઉધનામાં બિલ્ડર પાસેથી રૂપિયા 70 લાખની ખંડણીની માંગણી


સુરત, 11 જૂન (હિ.સ.): ઉધના વિસ્તારમાં રહેતા બિલ્ડરને ગેરકાયદેસર બાંધકામ કરો છો કહી 70 લાખ માંગણી કરી અથવા તમારા એપાર્ટમેન્ટમાં ચાર ફ્લેટ મારા નામ કરી દો નહીતર સુરત મહાનગરપાલિકામાં અરજી કરી એપાર્ટમેન્ટનું બાંધકામ તોડાવી નાંખીશ હોવાની ધમકી આપી ખંડણીની માંગણી કરનાર યુવક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ઉધના પોલીસના જણાવ્યા મુજબ અંબર કોલોની, હરીનગર-1, ઉધના ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામકાજ કરતા અબ્દુલજબ્બાર અબ્દુલમજીદ ચૌહાણ (ઉ.વ.55)એ ગતરોજ સુરેશ કૃષ્ણા શેટ્ટી (રહે, દિનદયાળ એપાર્ટમેન્ટ, અંબર કોલોની, ઉધના) સમે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આરોપી છેલ્લા કેટલાક સમયથી સુરત મહાનગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામની ખોટી અરજીઓ કરવાની ધમકી આપી હતી અને સાથે જ મને રૂ.70 લાખ આપો અથવા એપાર્ટમેન્ટના ચાર ફ્લેટ મારા નામે કરી દો, નહીં તો બિલ્ડિંગ તોડાવી નાખી તેવી ધમકીઓ આપીને ખંડણીની માંગણી કરી હતી. ઉપરાંત બિલ્ડિંગમાં રહેતા ફ્લેટ હોલ્ડરોને પણ શાંતિથી જીવવા નહીં દેવાની ધમકી આપતો હતો. આખરે કંટાળીને અબ્દુલજબ્બારએ ફરિયાદ નોંધવાતા પોલીસે સુરેશ શેટ્ટી સામે ખંડણીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande