14 વર્ષ બાદ હત્યાનો ફરાર આરોપી ઝડપાયો, સુરત ક્રાઇમ બ્રાંચે બિહારમાંથી દબોચ્યો
સુરત, 11 જૂન (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં વર્ષ 2012માં બનેલી હત્યાની ઘટનાના મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાંચે 14 વર્ષ બાદ બિહારથી ઝડપી પાડ્યો છે. આરોપી ભોલાસિંગ સત્યનારાયણસિંગ લાંબા સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો. તેની સામે કોર્ટ દ્વારા નોન-
Arrest


સુરત, 11 જૂન (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં વર્ષ 2012માં બનેલી હત્યાની ઘટનાના મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાંચે 14 વર્ષ બાદ બિહારથી ઝડપી પાડ્યો છે. આરોપી ભોલાસિંગ સત્યનારાયણસિંગ લાંબા સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો. તેની સામે કોર્ટ દ્વારા નોન-બેલેબલ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. સતત સ્થળ બદલતો અને ઓળખ છુપાવીને મજૂરી કામ કરતો આરોપી આખરે પોલીસના હાથે ચડી ગયો.

તપાસ મુજબ ભોલાસિંગ અને તેનો મિત્ર મોહિતસિંગ રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા અને અમરોલીમાં ભાડાના રૂમમાં રહેતા હતા. રૂમના ભાડા અને ઘરખર્ચના નાણાંને લઈને થયેલા વિવાદ દરમિયાન ભોલાસિંગ તથા તેના સાથીએ મોહિતસિંગ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા બંનેએ મોહિતસિંગને માર માર્યો હતો અને બાદમાં કોસાડ આવાસના ચોથા માળના ટેરેસ પરથી નીચે ફેંકી દેતા તેનું મોત નીપજ્યું હતું.

ઘટના બાદ એક આરોપી ઝડપાઈ ગયો હતો, પરંતુ ભોલાસિંગ સુરત છોડીને ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં નાસતો રહ્યો હતો. તાજેતરમાં તે પોતાના બિહાર સ્થિત વતનમાં હોવાની માહિતી મળતાં સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે સ્થાનિક પોલીસની મદદથી ભોજપુર જિલ્લાના ઈશ્વરપુરા ગામમાં દરોડો પાડી તેને ઝડપી લીધો હતો. હાલ આરોપીને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande