પોરબંદર–દાદર એક્સપ્રેસના કોચ સંયોજનમાં કાયમી ફેરફાર, વધુ આરામદાયક મુસાફરીનો મળશે લાભ
- વાતાનુકૂલિત વર્ગોમાં વધુ ઉપલબ્ધતા અને વધુ આરામદાયક મુસાફરીનો મળશે લાભ ભાવનગર, 11 જૂન (હિ.સ.) : યાત્રિયોની સુવિધા તથા તેમની વધતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ટ્રેન નં. 19016/19015 પોરબંદર–દાદર–પોરબંદર એક્સપ્રેસના કોચ સંયોજનમાં કાયમી ફેરફા
યાત્રિયોની સુવિધા માટે પોરબંદર–દાદર એક્સપ્રેસ


- વાતાનુકૂલિત વર્ગોમાં વધુ ઉપલબ્ધતા અને વધુ આરામદાયક મુસાફરીનો મળશે લાભ

ભાવનગર, 11 જૂન (હિ.સ.) : યાત્રિયોની સુવિધા તથા તેમની વધતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ટ્રેન નં. 19016/19015 પોરબંદર–દાદર–પોરબંદર એક્સપ્રેસના કોચ સંયોજનમાં કાયમી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલનો હેતુ યાત્રિયોને વધુ સુવિધાજનક, આરામદાયક અને ઉત્તમ મુસાફરીનો અનુભવ ઉપલબ્ધ કરાવવાનો છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે રેલવે પ્રશાસને યાત્રિયોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાલમાં ટ્રેનમાં લગાવવામાં આવતા બે સેકન્ડ કમ થર્ડ એસી (2A Cum 3A) કોચોના સ્થાને હવે એક એસી 3-ટિયર (3A) તથા એક એસી 2-ટિયર (2A) કોચ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફારથી મુસાફરી વધુ સરળ, સુલભ અને આરામદાયક બનશે. સુધારેલા કોચ સંયોજન મુજબ હવે ટ્રેનમાં 4 જનરલ શ્રેણી (GS), 2 ગાર્ડ-કમ-લગેજ બ્રેક વાન (GSLRD), 4 એસી 3-ટિયર, 1 એસી 2-ટિયર, 1 એસી ફર્સ્ટ કમ એસી 2-ટિયર તથા 9 સ્લીપર શ્રેણીના કોચ સહિત કુલ 21 કોચ રહેશે. આ નવી વ્યવસ્થા ટ્રેન નં. 19016 પોરબંદર–દાદર એક્સપ્રેસમાં પોરબંદરથી 10 જૂન, 2026થી તથા ટ્રેન નં. 19015 દાદર–પોરબંદર એક્સપ્રેસમાં દાદરથી 13 જૂન, 2026થી અમલમાં આવશે.

ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ફેરફારથી યાત્રિયોને વધુ સારી મુસાફરી સુવિધાઓ મળશે તેમજ વાતાનુકૂલિત વર્ગોમાં બેઠકોની સુવિધામાં સકારાત્મક સુધારો થશે. પશ્ચિમ રેલવે યાત્રિયોને સુરક્ષિત, આરામદાયક અને ગુણવત્તાસભર રેલ સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રતિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande