મેગી દૂષિત હોવાના આરોપો ખોટા, તપાસમાં તમામ પ્રોડક્ટ્સ યોગ્ય જણાયા: નેસ્લે ઇન્ડિયા
નવી દિલ્હી, 13 જૂન (હિ.સ). નેસ્લે ઇન્ડિયાએ, મેગી નૂડલ્સમાં જીવાત હોવા અંગેના આરોપોને ફગાવી દીધા છે. કંપનીએ જણાવ્યું હતું કે, લેબોરેટરી ટેસ્ટમાં તમામ પ્રોડક્ટ્સ ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાના ધોરણો પર ખરી ઉતરી છે. એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપનીએ, શન
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 13 જૂન (હિ.સ). નેસ્લે ઇન્ડિયાએ, મેગી નૂડલ્સમાં જીવાત હોવા અંગેના આરોપોને ફગાવી દીધા છે. કંપનીએ જણાવ્યું હતું કે, લેબોરેટરી ટેસ્ટમાં તમામ પ્રોડક્ટ્સ ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાના ધોરણો પર ખરી ઉતરી છે.

એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપનીએ, શનિવારે શેરબજારોને આપેલી સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વણચકાસાયેલા એકાઉન્ટ દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતા બાદ તેને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (એફએસએસએઆઈ) દ્વારા આ ફરિયાદ મળી હતી.

નેસ્લે ઇન્ડિયાએ, 12 જૂનના રોજ પ્રકાશિત થયેલા એક અહેવાલ અંગે એનએસઈ અને બીએસઈ ના પ્રશ્નોના જવાબમાં આ સ્પષ્ટતા કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે, 'અમે મીડિયામાં ચાલી રહેલા તે આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ, જે મેગી નૂડલ્સમાં જીવાત હોવાના અપ્રમાણિત દાવા પર આધારિત છે.' કંપનીએ ઉમેર્યું હતું કે, સ્વતંત્ર લેબ ટેસ્ટ અને બેચ તેમજ માર્કેટ સેમ્પલની ગુણવત્તા તપાસથી પુષ્ટિ થઈ છે કે આ પ્રોડક્ટ્સ તમામ ફૂડ સેફ્ટી અને ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સને પૂર્ણ કરે છે.

કંપનીએ જણાવ્યું હતું કે, તેને તપાસ માટે ફરિયાદકર્તા તરફથી હજુ સુધી કોઈ સેમ્પલ મળ્યું નથી અને તે વ્યક્તિનો સંપર્ક કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, કારણ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ સુધી પહોંચી શકાયું ન હતું. નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર મેગી નૂડલ્સમાં જીવાત હોવાની ફરિયાદ બાદ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળે નેસ્લે ઇન્ડિયાને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande