કોલકતામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બનશે વિશ્વ રેકોર્ડ, પીએમ મોદીની ઉપસ્થિતિ પ્રસ્તાવિત
કોલકતા, નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). કોલકતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક ભવ્ય આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ પ્રસ્તાવિત છે. આ પ્રસંગે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા, એક જ સમયે સૌ
યોગાભ્યાસ


કોલકતા, નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). કોલકતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક ભવ્ય આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ પ્રસ્તાવિત છે. આ પ્રસંગે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા, એક જ સમયે સૌથી વધુ લોકોની ભાગીદારીવાળા લાઈવ યોગ કાર્યક્રમ દ્વારા, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ નક્કી કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય તમામ વય જૂથના લોકોમાં યોગના મહત્વને રેખાંકિત કરવાનો તેમજ શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સંતુલન અને ભાવનાત્મક મજબૂતીને પ્રોત્સાહન આપવાનો છે.

આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિશેષ ઓનલાઈન યોગ કાર્યક્રમનું આયોજન 14 જૂન, 2026ના રોજ સવારે 6:15 વાગ્યાથી 7:35 વાગ્યા સુધી કરવામાં આવશે. આ કાર્યક્રમનું સીધું પ્રસારણ મંત્રાલયના સત્તાવાર યુટ્યુબ પ્લેટફોર્મ પર થશે, જ્યાં સહભાગીઓ નિર્ધારિત સમયે કોમન યોગ પ્રોટોકોલનો સામૂહિક અભ્યાસ કરશે.

કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા લોકોએ, પોતાના રજિસ્ટર્ડ વોટ્સએપ નંબર પરથી ટોલ-ફ્રી નંબર 1800 315 7008 પર મિસ્ડ કોલ આપવો પડશે. રજિસ્ટ્રેશન પછી સહભાગીઓને એક વિશેષ લિંક મોકલવામાં આવશે, જેના દ્વારા તેઓ કાર્યક્રમ સાથે જોડાઈ શકશે.

આયોજકોએ જણાવ્યું કે, કાર્યક્રમના સફળ સમાપન પછી રજિસ્ટર્ડ સહભાગીઓને વિશ્વ રેકોર્ડના પ્રયાસમાં ભાગીદારીનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ અભિયાનમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાય અને પોતાના પરિવાર, મિત્રો તેમજ પરિચિતોને પણ યોગ દિવસના આ વિશેષ આયોજન સાથે જોડે.

આયુષ મંત્રાલયનું માનવું છે કે, આ આયોજન યોગ દ્વારા સ્વાસ્થ્ય, સંવાદિતા અને ભારતીય સાંસ્કૃતિક વારસા પ્રત્યે લોકજાગૃતિ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande