
નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.) ઓમાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિક નિશાંત ઉર્થાનાથનના પાર્થિવ શરીરને તેમના મૃત્યુ પછી વહેલી તકે ભારત પરત લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
ઓમાનમાં ભારતીય દૂતાવાસે પોતાના એક્સ પર જણાવ્યું હતું કે,દૂતાવાસ નિશાંત ઉર્થાનાથનના પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છે. ભારતીય નાગરિક જેણે કમનસીબે વેપારી જહાજ પર તબીબી કારણોસર પોતાનો જીવ ગુમાવ્યો હતો. જહાજના ક્રૂ સભ્યો અને સંબંધિત અધિકારીઓ, તેમના નશ્વર દેહને વહેલી તકે ઉતારવા અને પરત મોકલવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ