
-અયોધ્યામાં યોજાશે વિહિપ કેન્દ્રીય પ્રબંધ સમિતિની બેઠક
લખનૌ, નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.) વિશ્વ હિન્દુ પરિષદ, આ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી વર્ષભર દેશભરમાં અશોક સિંઘલની જન્મ શતાબ્દી ઉજવશે. જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત, દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ માટે કેન્દ્રીય સ્તરે અને પ્રાંત સ્તરે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ અંતર્ગત જ તમામ કાર્યક્રમો સંપન્ન થશે.
રવિવારે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા અંબરીષે હિન્દુસ્થાન સમાચારને જણાવ્યું કે, શતાબ્દી મહોત્સવ સમિતિ અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અયોધ્યામાં 27 અને 28 જૂનના રોજ યોજાનારી કેન્દ્રીય પ્રબંધ સમિતિની બેઠકમાં તૈયાર કરવામાં આવશે. આ બેઠક શ્રીરામ સેવક પુરમ સ્થિત તીર્થ યાત્રી નિવાસમાં યોજાશે. આ બેઠકમાં વિહિપના કેન્દ્રીય મહામંત્રી સંગઠન મિલિંદ પરાંડે, કેન્દ્રીય સહ સંગઠન મંત્રી વિનાયક રાવ દેશપાંડે, વિહિપના અધ્યક્ષ આલોક કુમાર એડવોકેટ, કેન્દ્રીય મહામંત્રી બજરંગ લાલ બાગડા સહિત પરિષદના તમામ કેન્દ્રીય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રીય પદાધિકારીઓ અને દેશભરના તમામ પ્રાંતોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.
પ્રવક્તા અંબરીષે જણાવ્યું કે, કેન્દ્રીય પ્રબંધ સમિતિની બેઠકમાં અશોક સિંઘલની જન્મ શતાબ્દી ઉજવવાની કાર્યયોજના પર અંતિમ મહોર મારવામાં આવશે. અંબરીષે જણાવ્યું કે, હિન્દુઓના શૌર્યને જાગ્રત કરનારા સામાજિક સમરસતાના અગ્રદૂત, હિન્દુત્વના પુરોધા, વિશ્વના સૌથી મોટા જનઆંદોલન શ્રીરામ જન્મભૂમિ આંદોલનના સર્વોચ્ચ સેનાપતિ પૂજ્ય અશોક સિંઘલના યોગદાન વિશે જન્મ શતાબ્દી વર્ષ દરમિયાન સમાજને માહિતગાર કરવામાં આવશે. અશોક સિંઘલનો જન્મ 27 સપ્ટેમ્બર, 1926ના રોજ મહાવીર સિંહ અને વિદ્યાવતીના ઘરે થયો હતો. તેમના પિતા અલીગઢ જિલ્લાના બિજોલી ગામના રહેવાસી હતા.
વિજય પ્રતાપની દેખરેખ હેઠળ ચાલી રહી છે, બેઠકની તૈયારીઓ
કેન્દ્રીય પ્રબંધ સમિતિની બેઠકને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે અયોધ્યામાં બેઠક પણ યોજાઈ ચૂકી છે. વિહિપના કેન્દ્રીય મહામંત્રી સંગઠન મિલિંદ પરાંડેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ક્ષેત્ર સંગઠન મંત્રી ગજેન્દ્ર સિંહે, પ્રાંતીય પદાધિકારીઓને જવાબદારીઓ પણ સોંપી દીધી છે. અવધ પ્રાંતના પ્રાંત સંગઠન મંત્રી વિજય પ્રતાપની દેખરેખ હેઠળ બેઠકની તૈયારીઓ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / બૃજનંદન / સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ