આસામમાં ₹20,000 ની લાંચ લેવા બદલ રેલવે એન્જિનિયરની ધરપકડ
નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.): સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, આસામના સિલચરમાં નોર્થઇસ્ટ ફ્રન્ટીયર રેલ્વે (એનએફ રેલ્વે) ના એક સિનિયર સેક્શન એન્જિનિયર (એસએસઈ) ને, કોન્ટ્રાક્ટર પાસેથી ₹20,000 ની લાંચ લેવા બદલ ધરપકડ કરી છે. સીબીઆઈ એ રવિવારે
સીબીઆઈ


નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.): સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, આસામના સિલચરમાં નોર્થઇસ્ટ ફ્રન્ટીયર રેલ્વે (એનએફ રેલ્વે) ના એક સિનિયર સેક્શન એન્જિનિયર (એસએસઈ) ને, કોન્ટ્રાક્ટર પાસેથી ₹20,000 ની લાંચ લેવા બદલ ધરપકડ કરી છે.

સીબીઆઈ એ રવિવારે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરે 13 જૂને ફરિયાદ નોંધાવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, એસએસઈ પાસે આશરે ₹20 લાખનું બિલ મંજૂરી માટે બાકી છે. 12 જૂને બિલ મંજૂર કરવા માટે યોજાયેલી બેઠક દરમિયાન, કોન્ટ્રાક્ટરે ₹20,000 ની લાંચ માંગી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, ફરિયાદની ચકાસણી કર્યા પછી, સીબીઆઈ એ છટકું ગોઠવ્યું અને કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા એનએફ રેલ્વે, સિનિયર સેક્શન એન્જિનિયર (સી&ડબ્લ્યુ) કુંતલ ચક્રવર્તીની ધરપકડ કરી. તેમને 14 જૂને ગુવાહાટીની સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande