પોરબંદરમાં ખાતે મોદી સરકારના 12 વર્ષના વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની ઝાંખી કરાવતું વિશેષ પ્રદર્શન યોજાયું.
પોરબંદર, 15 જૂન (હિ.સ.)પોરબંદરના તાજાવાલા હોલ ખાતે આયોજિત ‘વિકસિત ભારત પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ વિકાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સાંસદ તથા કેન્દ્રી
પોરબંદરમાં ખાતે મોદી સરકારના 12 વર્ષના વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની ઝાંખી કરાવતું વિશેષ પ્રદર્શન યોજાયું.

પોરબંદરમાં ખાતે મોદી સરકારના 12 વર્ષના વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની ઝાંખી કરાવતું વિશેષ પ્રદર્શન યોજાયું.

પોરબંદરમાં ખાતે મોદી સરકારના 12 વર્ષના વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની ઝાંખી કરાવતું વિશેષ પ્રદર્શન યોજાયું.

પોરબંદરમાં ખાતે મોદી સરકારના 12 વર્ષના વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની ઝાંખી કરાવતું વિશેષ પ્રદર્શન યોજાયું.

પોરબંદરમાં ખાતે મોદી સરકારના 12 વર્ષના વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની ઝાંખી કરાવતું વિશેષ પ્રદર્શન યોજાયું.

પોરબંદર, 15 જૂન (હિ.સ.)પોરબંદરના તાજાવાલા હોલ ખાતે આયોજિત ‘વિકસિત ભારત પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ વિકાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તેમજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવોએ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી.

આ પ્રદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમલમાં મૂકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી કાર્યક્રમો અને દેશની સર્વાંગી પ્રગતિને આલેખવામાં આવી હતી. જનધન યોજના, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ‘બેટી બચાવો-બેટી ભણાવો’ અભિયાન સહિતની વિવિધ યોજનાઓ અંગે માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી.

ઉપરાંત, દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, આધુનિક સુવિધાઓના વિસ્તરણ અને વિકાસયાત્રાની ઝાંખી પણ પ્રદર્શન દ્વારા રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શન નિહાળનાર નાગરિકોએ વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી તેમજ દેશના વિકાસમાં થયેલા પરિવર્તનોને નજીકથી જાણવાની તક મેળવી હતી. આ આયોજનમાં યુવા વિકાસ અધિકારીની કચેરી ની ટીમે સંકલન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande