હરિ મંદિર ખાતે ભવ્ય અંબા મનોરથ સમપ્પન.
પોરબંદર, 15 જૂન (હિ.સ.) ભાઈ રમેશ ઓઝાની પાવન પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તિભાવપૂર્વક આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી હરિમંદિરમાં બિરાજમાન ભગવાન રસરાજ પ્રભુ શ્રીલક્ષ્મીનારાયણ
હરિ મંદિર ખાતે ભવ્ય અંબા મનોરથ સમપ્પન.


હરિ મંદિર ખાતે ભવ્ય અંબા મનોરથ સમપ્પન.


હરિ મંદિર ખાતે ભવ્ય અંબા મનોરથ સમપ્પન.


પોરબંદર, 15 જૂન (હિ.સ.) ભાઈ રમેશ ઓઝાની પાવન પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તિભાવપૂર્વક આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી હરિમંદિરમાં બિરાજમાન ભગવાન રસરાજ પ્રભુ શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વે વિગ્રહોને કેરીનો વિશેષ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો.આંબા મનોરથ અંતર્ગત મંદિર પરિસરમાં આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સાયં ઉત્સવ આરતી અને વિશેષ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો અને ભાવિકો ઉમટી પડ્યા હતા.

ભક્તોએ ભગવાનના મનોહર શણગાર અને કેરીના ભોગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર સેવા પ્રસંગે આંબા મનોરથના મનોરથી તરીકે વિજયભાઈ બજરંગલાલજી તાપડિયાએ સેવાભાવપૂર્વક યજમાનપદ નિભાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસના માહોલમાં સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande