ઝઘડિયા ગોવાલી ગામના યુવકનું નર્મદા નદીમાં ડૂબી જવાથી કરુણ મોત
-બે દિવસમાં નર્મદા નદીમાં ડૂબી જવાની બીજી ઘટનાથી તંત્ર ચિંતિત -ગઇકાલે ન્હાવા પડેલો માર્વીન પટેલ પાણીમાં ગુમ થયા બાદ આજે લાશ મળી -નદી કિનારે સુરક્ષા વધારવા તંત્રને સ્થાનિક લોકોની અપીલ ભરૂચ 15 જૂન (હિ.સ.) ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતો એક આશા
ઝઘડિયા ગોવાલી ગામના યુવકનું નર્મદા નદીમાં ડૂબી જવાથી કરુણ મોત


ઝઘડિયા ગોવાલી ગામના યુવકનું નર્મદા નદીમાં ડૂબી જવાથી કરુણ મોત


ઝઘડિયા ગોવાલી ગામના યુવકનું નર્મદા નદીમાં ડૂબી જવાથી કરુણ મોત


ઝઘડિયા ગોવાલી ગામના યુવકનું નર્મદા નદીમાં ડૂબી જવાથી કરુણ મોત


ઝઘડિયા ગોવાલી ગામના યુવકનું નર્મદા નદીમાં ડૂબી જવાથી કરુણ મોત


-બે દિવસમાં નર્મદા નદીમાં ડૂબી જવાની બીજી ઘટનાથી તંત્ર ચિંતિત

-ગઇકાલે ન્હાવા પડેલો માર્વીન પટેલ પાણીમાં ગુમ થયા બાદ આજે લાશ મળી

-નદી કિનારે સુરક્ષા વધારવા તંત્રને સ્થાનિક લોકોની અપીલ

ભરૂચ 15 જૂન (હિ.સ.) ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતો એક આશાસ્પદ યુવાન નર્મદા નદીના પાણીમાં ડૂબી જતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. ગઇકાલે બપોરના સમયે ન્હાવા પડેલો આ યુવક અચાનક લાપતા બન્યો હતો, જેની વ્યાપક શોધખોળ બાદ આજે તેનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. નર્મદા નદીમાં છેલ્લા બે દિવસમાં ડૂબી જવાની આ બીજી ઘટના પ્રકાશમાં આવતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

મિત્રો સાથે ન્હાવા ગયો ને કાળ આંબી ગયો હતો.

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામનો વતની માર્વીન પટેલ ગતરોજ બપોરના સમયે નર્મદા નદી કિનારે ગયો હતો. અકળ કારણોસર તે નદીના ઊંડા પાણીમાં ન્હાવા માટે પડ્યો હતો. જો કે, પાણીના પ્રવાહનો અંદાજ ન આવતા તે અચાનક જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને લાપતા બન્યો હતો. યુવાન નદીમાં ડૂબ્યો હોવાની ખબર વાયુવેગે પ્રસરતાં જ સ્થાનિક લોકો નદી કિનારે દોડી આવ્યા હતા.

ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓ, સામાજિક કાર્યકરો તેમજ વહીવટી તંત્રની ટીમ દ્વારા ગઈકાલથી જ નદીના ધસમસતા પ્રવાહમાં યુવાનની શોધખોળ માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. રાત્રિના સમયે કામગીરીમાં અવરોધ આવ્યા બાદ આજે ફરી શોધખોળ આદરવામાં આવી હતી, જેમાં આખરે કમનસીબ માર્વીન પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બે દિવસમાં બે મોતથઈ તંત્ર દ્વારા સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે.અત્રે નોંધનીય બાબત એ છે કે, છેલ્લા બે દિવસમાં નર્મદા નદીમાં ડૂબી જવાની આ બીજી અલગ-અલગ ઘટના સામે આવી છે, જેમાં કુલ બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સતત બની રહેલી આ દુર્ઘટનાઓને પગલે સ્થાનિક તંત્ર દ્વારા નદી કિનારાના ગામો અને પ્રવાસીઓને નદીના ઊંડા પાણીમાં ન ઉતરવા તથા સુરક્ષા બાબતે વધુ તકેદારી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. કિનારાના જોખમી વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા પેટ્રોલીંગ અને સાવચેતીના બોર્ડ લગાવવાની દિશામાં પણ વિચારણા હાથ ધરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande