સાયબર ફ્રોડ ના 9 લાખની હેરફેર મામલે એક શખ્સ સામે ફરિયાદ.
પોરબંદર, 15 જૂન (હિ.સ.)પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને સાયબર ઠગાઈથી મેળવાયેલી રકમની હેરફેર કરવા અંગે રાજકોટના એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ફરિયાદ મુજબ પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ
સાયબર ફ્રોડ ના 9 લાખની હેરફેર મામલે એક શખ્સ સામે ફરિયાદ.


પોરબંદર, 15 જૂન (હિ.સ.)પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને સાયબર ઠગાઈથી મેળવાયેલી રકમની હેરફેર કરવા અંગે રાજકોટના એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ફરિયાદ મુજબ પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ દિવ્યેશકુમાર હર્ષદભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે રાજકોટના રહેવાસી રવિરાજ ધીરુભાઈ રાઠોડ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે રવિરાજ રાઠોડે કેનરા બેંકના બે તથા ઈન્ડિયન બેંકના એક એમ કુલ ત્રણ બેંક ખાતાઓ પોતાના કબજામાં મેળવી તેનો ઉપયોગ કર્યો હતો. આ ખાતાઓ વનિતાબેન વાજા અને વિશાલ પાંડાવદરા પાસેથી મેળવવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ આ ખાતાઓમાં દેશના વિવિધ રાજ્યોના નાગરિકો સાથે થયેલી સાયબર ઠગાઈની અંદાજે રૂ. 9 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ પોતાના અંગત લાભ માટે એટીએમ, ચેક વિથડ્રૉલ સહિતના વિવિધ માધ્યમોથી આ રકમ ઉપાડી લઈ તેની હેરફેર કરી હોવાનું સામે આવ્યું છે.આ મામલે પોલીસે સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande