
ગીર સોમનાથ, 15 જૂન (હિ.સ.) : શ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સોમનાથ દ્વારા તાજેતરમાં ૩૭ દીકરીઓના સમૂહલગ્નનું સફળ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ નવદંપતીઓના સુખી, સંસ્કારી અને ગુણવત્તાસભર દાંપત્ય જીવનના નિર્માણના હેતુથી “જીવન ગુણવત્તા અને પરિવાર સંસ્કાર સેમિનાર” તેમજ “સાસુ-વહુ સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શ્રી રામ ઓડિટોરિયમ, રામ મંદિર, સોમનાથ ખાતે યોજવામાં આવેલ. આ સેમિનારમાં ૩૭ નવદંપતીઓને વૈવાહિક જીવન, પરિવારિક મૂલ્યો, સંસ્કાર, જવાબદારીઓ અને સુખી પરિવારના નિર્માણ અંગે માર્ગદર્શન આપવામાં આપેલ . સાથે જ પરિવારની એકતા, વડીલો પ્રત્યે આદર અને સમાજમાં પ્રેરણારૂપ કાર્ય કરનાર આદર્શ સાસુ-વહુઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવેલ.
કાર્યક્રમમાં પરિવારિક મૂલ્યો અને સંસ્કાર અંગે પ્રેરણાત્મક પ્રવચન, આદર્શ સાસુ-વહુ સન્માન, પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયેલ. કાર્યક્રમના વિચારક અને પ્રેરણાસ્ત્રોત તરીકે પ્રોફેસર પુષ્પાબેન વાઢેળ (મહિલા કોલેજ, વેરાવળ) ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ તેમજ પ્રોફેસર ડો. જીવાભાઈ વાળ એ માર્ગદર્શન આપેલ આયોજક સંસ્થાએ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ સર્વ સમાજના નાગરિકોને આ પવિત્ર અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ