
બ્રાતિસ્લાવા (સ્લોવાકિયા), નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે સવારે એક્સ હેન્ડલ પર શેર કરેલી એક તસવીરમાં સ્લોવાકિયામાં સ્વાગતની અનોખી પરંપરાની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું, ''આ દેશમાં સ્વાગત દરમિયાન પરંપરાગત રીતે બ્રેડ અને મીઠું અર્પણ કરવામાં આવ્યું. આ સ્લોવાકિયાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને સદ્ભાવના તથા મિત્રતાના તે મૂલ્યોની એક સુંદર ઝલક હતી, જેને તેઓ ખૂબ મહત્વ આપે છે.''
પ્રધાનમંત્રી મોદીના એક્સ હેન્ડલની બીજી પોસ્ટમાં કહેવામાં આવ્યું, ''ગઈકાલે સાંજે બ્રાતિસ્લાવામાં મળેલું સ્વાગત ખરેખર ખૂબ વિશેષ રહ્યું. હું ભારતીય સમુદાયના સ્નેહ અને ઉષ્મા માટે તેમનો આભારી છું. આવા ભાવો તે મજબૂત સંબંધોને દર્શાવે છે, જે આપણા લોકોને જોડે છે અને ભારત-સ્લોવાકિયા વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવે છે.'' નોંધનીય છે કે, પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સની મુલાકાત બાદ અહીં પહોંચ્યા છે.
હિંદુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ