પોરબંદર જિલ્લામાં 16 જૂને વિવિધ જિલ્લા પંચાયત સીટોમાં જનકલ્યાણ શિબિરો યોજાશે.
પોરબંદર, 15 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પ્રધાન સેવક’ તરીકેના સફળ નેતૃત્વના 12વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં વિવિધ જિલ્લા પંચાયત સીટોમાં તા.16 જૂનના રોજ જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરોમાં ગ્રામજનોને સરકારની
પોરબંદર જિલ્લામાં 16 જૂને વિવિધ જિલ્લા પંચાયત સીટોમાં જનકલ્યાણ શિબિરો યોજાશે.


પોરબંદર, 15 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પ્રધાન સેવક’ તરીકેના સફળ નેતૃત્વના 12વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં વિવિધ જિલ્લા પંચાયત સીટોમાં તા.16 જૂનના રોજ જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરોમાં ગ્રામજનોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવશે

આ જનકલ્યાણ શિબિરો સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી યોજાશે. આ શિબિર અડવાણા-1 સીટ માટે રબારી સમાજ વાડી, અડવાણા ખાતે, અમરદડ-2 સીટ માટે નવી પ્રાથમિક શાળા, અમરદડ ખાતે, બખરલા-3 સીટ માટે રામાપીરના દુવારા, બખરલા ખાતે, કડછ-8 સીટ માટે રામાપીરના દુવારા, માંડેર ખાતે, ખાગેશ્રી-9 સીટ માટે પ્રાથમિક શાળા, ઇશ્વરીયા ખાતે તેમજ ખીરસરા-10 સીટ માટે પ્રાથમિક શાળા, બિલેશ્વર ખાતે શિબિરો યોજાશે. જેમાં જિલ્લા પંચાયતના સીટના સમાવિષ્ટ ગામોના લોકો સરકારની વિવિધ સેવાનો લાભ લઈ શકશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. જનકલ્યાણ શિબિર દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી નાગરિકોને યોજનાકીય માર્ગદર્શન અને સેવાઓનો લાભ આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande