
સુરત, 15 જૂન (હિ.સ.): સલાબતપુરા વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી નરાધમે સ્કુલમાં છોડી દેવાના બહાને તાપી નદીના કિનારે જોગીંગ ટ્રેક ખાતે લઈ લઈ બળત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રૂસ્તમપુરા, અકબરસઈદનો ટેકરો ખાતે રહેતો રીઝવાન ઈકબાલ શેખ તેના જ વિસ્તારમાં રહેતી 15 વર્ષ 8 માસની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બે અઢી મહિના પહેલા રીઝવાને કિશોરીને સ્કુલમાં છોડી દેવાના બહાને મોપેડ ઉપર બેસાડી સ્કુલમાં છોડવાના બદલે અઠવાલઈન્સ ચોપાટીની પાછળ આવેલા તાપી નદીના કિનારે જોગીંગ ટ્રેક ખાતે લઈ ગયો હતો. જ્યાં નરાધમ દ્વારા માસુમ કિશોરી પર પાશવી બળાત્કાર આચરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ કિશોરીના પરિવારને થતાં બનાવ અંગે ગતરોજ ફરિયાદ નોંધાવતા સલબાતપુરા પોલીસે રીઝવાન શેખ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે