પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શાકમાર્કેટના વેપારીઓને કચરાના વર્ગીકરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જાગૃત કરાયા
પોરબંદર, 15 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરને સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે સતત વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત લીમડા ચોક શાકમાર્કેટ તથા વાડી પ્લોટ શાકમાર્કેટ ખાતે વેપારીઓને ઘન કચરા વ
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શાકમાર્કેટના વેપારીઓને કચરાના વર્ગીકરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જાગૃત કરાય.

પોરબંદર, 15 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરને સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે સતત વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત લીમડા ચોક શાકમાર્કેટ તથા વાડી પ્લોટ શાકમાર્કેટ ખાતે વેપારીઓને ઘન કચરા વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેપારીઓને ચાર પ્રકારના કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવા માહિતગાર કરવામાં આવ્યા હતા. ભીનો કચરો, સૂકો કચરો, ઘરેલું જોખમી કચરો તથા સેનિટરી કચરાને અલગ-અલગ એકત્રિત કરી મહાનગરપાલિકાની કચરા સંગ્રહ વ્યવસ્થાને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, પર્યાવરણના સંરક્ષણ અને પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. તેના બદલે કાપડની થેલીઓ, કાગળની થેલીઓ અથવા અન્ય પર્યાવરણને અનુકૂળ વિકલ્પોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના કર્મચારીઓ દ્વારા વેપારીઓને સ્વચ્છતા જાળવવા, માર્કેટ વિસ્તારમાં કચરો ન ફેંકવા તેમજ નક્કી કરાયેલ સ્થળે જ કચરાનો નિકાલ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વેપારીઓએ પણ શહેરને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકાના પ્રયાસોમાં સહભાગી બનવાની તૈયારી દર્શાવી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વેપારીઓ અને નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બની કચરાના સ્ત્રોત સ્તરે જ વર્ગીકરણ કરવા તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande