

છોટાઉદેપુર , 16 જૂન (હિ.સ.) હાઈસ્કૂલમાં 'એક બાળ એક વૃક્ષ' સંકલ્પ સાથે વૃક્ષારોપણ, હરિયાળું પર્યાવરણ નિર્માણનો સંદેશ.
હરિયાળું છોટાઉદેપુર અભિયાન અંતર્ગત ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ વૃક્ષોના રોપા વાવ્યા.
સંકલ્પ. આચાર્ય ચિરાગ શાહે વિદ્યાર્થીઓને એક બાળ એક વૃક્ષના સંકલ્પને સાકાર કરવા અપીલ કરી.
શિક્ષક દશરથભાઈ રાઠવા એ જણાવ્યું કે વૃક્ષો માનવ જીવન માટે અમૂલ્ય સંપત્તિ છે. શુદ્ધ ઓક્સિજન, ફળ, છાંયો અને સ્વચ્છ પર્યાવરણ વૃક્ષોથી જ મળે છે. વધતા પ્રદૂષણ અને વૈશ્વિક તાપમાનના પડકારો સામે વધુમાં વધુ વૃક્ષારોપણ અને જતન આજની અગત્યની જરૂરિયાત છે. વૃક્ષો વરસાદનું પ્રમાણ જાળવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને જૈવ વૈવિધ્યતાનું સંરક્ષણ કરે છે.
વિદ્યાર્થીઓને અપીલ.
દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની સંભાળ લેવાનો સંકલ્પ કરવો જોઈએ. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા અને હરિયાળું તથા સ્વચ્છ પર્યાવરણ નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરાયા.
વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સશક્ત સંદેશ આપી સૌએ હરિયાળું ભવિષ્ય નિર્માણ માટે સંકલ્પ લીધો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ