જામનગરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે 18મી જૂને સુશાસનની ઉજવણી અંતર્ગત યોગ શિબિર યોજાશે
જામનગર,16 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં 12 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગર જિલ્લામાં આગામી 18જૂન ગુરુવારના રોજ સવારે 5.30 થી 7.30 દરમિયાન અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે રાજ્યકક્ષાના શિક્ષણમંત
યોગ શિબિર


જામનગર,16 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં 12 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગર જિલ્લામાં આગામી 18જૂન ગુરુવારના રોજ સવારે 5.30 થી 7.30 દરમિયાન અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં યોગ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન, પ્રાણાયામ અને ધ્યાન, આરોગ્ય માટે યોગના ઉપાય, અને સામુહિક યોગ અભ્યાસનો લાભ નાગરિકો મેળવી શકશે. આ વિશેષ આયોજનની થીમ દેશના સૈનિક જવાનો, વીર બહાદુરો તથા રાષ્ટ્રરક્ષામાં કાર્યરત ડિફેન્સ ફોર્સિસને સમર્પિત રાખવામાં આવી છે.આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને જાહેર જનતા માટે ખુલ્લો છે. યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ પ્રસરાવવાના હેતુથી વધુમાં વધુ નાગરિકોને ઉપસ્થિત રહેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande