વિશ્વના સૌથી સુંદર એરપોર્ટ્સની યાદીમાં, અદાણી ગ્રુપના બે હવાઈ અડ્ડા સામેલ
નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની એરપોર્ટ સંચાલક કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ)ને પ્રતિષ્ઠિત ''પ્રિક્સ વર્સાય'' આર્કિટેક્ચર અને ડિઝાઇન અવોર્ડ્સમાં વૈશ્વિક ઓળખ મળી છે. અદાણી ગ્રુપ તરફથી સંચાલિત દેશના બે હવ
અદાની


નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની એરપોર્ટ સંચાલક કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ)ને પ્રતિષ્ઠિત 'પ્રિક્સ વર્સાય' આર્કિટેક્ચર અને ડિઝાઇન અવોર્ડ્સમાં વૈશ્વિક ઓળખ મળી છે. અદાણી ગ્રુપ તરફથી સંચાલિત દેશના બે હવાઈ અડ્ડાઓને વિશ્વના સૌથી સુંદર હવાઈ અડ્ડાની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

કંપનીના જણાવ્યા અનુસાર, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ)ના નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (એનએમઆઈએ) અને ગૌહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (એલજીબીઆઈએ)ના ટર્મિનલ 2ને 'પ્રિક્સ વર્સાય'ની 'દુનિયાના, સૌથી સુંદર એરપોર્ટ્સ'ની 2026ની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. એએએચએલએ જણાવ્યું કે, આ સન્માન આગામી પેઢીના એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આકાર આપવામાં એએએચએલના વધતા પ્રભાવને ઉજાગર કરે છે, જેમાં અત્યાધુનિક ડિઝાઇન, સસ્ટેનેબિલિટી અને મુસાફરો-કેન્દ્રિત ઇનોવેશન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

'પ્રિક્સ વર્સાય' આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રે આપવામાં આવતો વાર્ષિક વૈશ્વિક પુરસ્કાર છે, જે વર્ષ 2015થી દર વર્ષે પેરિસ સ્થિત યુનેસ્કોના મુખ્યાલયમાં આપવામાં આવે છે. આ પુરસ્કારો નવા શરૂ થયેલા એરપોર્ટ અને ટર્મિનલને તેમના આધુનિક નિર્માણ માટે સન્માનિત કરે છે, જે વિશિષ્ટ આર્કિટેક્ચરના અનોખા સંગમને દર્શાવે છે. તે બતાવે છે કે કેવી રીતે એરપોર્ટ પરંપરાગત ડિઝાઇનથી આગળ વધી વિશ્વની વધુ સારી અને વધુ સુમેળસભર છબી રજૂ કરી રહ્યા છે.

કંપનીના જણાવ્યા અનુસાર, નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ને કમળથી પ્રેરિત વિશેષ આર્કિટેક્ચર, ભવિષ્યવાદી ડિઝાઇન અને ટેક્નોલોજી, કલા અને કાર્યક્ષમતાના ઉત્તમ તાલમેલ માટે ઓળખ આપવામાં આવી છે. તેણે એક એવું વર્લ્ડ-ક્લાસ ગેટવે બનાવ્યું છે, જે આધુનિક વૈશ્વિક અર્થતંત્ર તરીકે ભારતની આકાંક્ષાઓને દર્શાવે છે. લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2નું આર્કિટેક્ચર 'બેમ્બૂ ઓર્કિડ'ની બાયોફિલિક સુંદરતાથી પ્રેરિત છે. તે અત્યંત ઉપયોગી અને સસ્ટેનેબલ બંધારણ દ્વારા આ ક્ષેત્રની સમૃદ્ધ જૈવવૈવિધ્યતાનું સન્માન કરે છે.

'પ્રિક્સ વર્સાય' યાદીમાં સમાવિષ્ટ અન્ય એરપોર્ટમાં, ગ્વાંગઝૂ (ચીન), ફ્રેન્કફર્ટ એમ મેન (જર્મની), કંડલ સ્ટુએંગ (કંબોડિયા), પિટ્સબર્ગ (અમેરિકા) અને સાન ડિએગો (અમેરિકા)નો સમાવેશ થાય છે. 'પ્રિક્સ વર્સાય' અવોર્ડ્સનો હેતુ સમજદારીપૂર્ણ સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે, જ્યાં સંસ્કૃતિ પર્યાવરણની કલ્પનાને આગળ વધારે છે અને તેનાથી પણ આગળ જાય છે. દર વર્ષે આપવામાં આવતા પુરસ્કારો હેઠળ 2026ની યાદીમાં સામેલ. ત્રણ એરપોર્ટ અથવા એરપોર્ટ ટર્મિનલને 'વર્લ્ડ ટાઇટલ' (પ્રિક્સ વર્સાય, ઇન્ટીરિયર અથવા એક્સ્ટીરિયર) પણ મળશે, જે વર્ષના અંતમાં આપવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 ઓક્ટોબર, 2025ના રોજ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા (એનએમઆઈએ)ના પહેલા તબક્કાનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) હેઠળ વિકસિત 19,650 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો પહેલો તબક્કો ભારતનો સૌથી મોટો ગ્રીનફીલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ છે. આ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું કોમર્શિયલ સંચાલન 25 ડિસેમ્બર, 2025ના રોજ પહેલી ફ્લાઇટની લેન્ડિંગ સાથે શરૂ થઈ ચૂક્યું છે, જે કરોડો લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande