
પોરબંદર, 16 જૂન (હિ.સ.)પોરબંદર તાલુકાના વિસાવાડા ગામે મજૂરીના નાણાંની બાબતે થયેલા વિવાદમાં એક યુવાન પર હુમલો થતાં બે શખ્સો સામે, પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાવમાં યોગેશભાઈ રવજીભાઈ વાઢેરે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ આરોપી હાજાભાઈ રૂડાભાઈ પરમારને મજૂરીના રૂપિયા અગાઉથી ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં તે ફરીથી નાણાંની માગણી કરતો હતો. ફરીયાદીએ રૂપિયા આપવાનો ઈનકાર કરતાં આરોપી જીતેશ ઉર્ફે જીત્યો શીંગરખીયાએ તેને હાજાભાઈ પરમારના ઘર પાસે બોલાવ્યો હતો.ત્યાં બંને આરોપીઓએ મળીને ફરીયાદી સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.ઉપરાંત ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે પોલીસે હાજાભાઈ રૂડાભાઈ પરમાર અને જીતેશ ઉર્ફે જીત્યો શીંગરખીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સામા પક્ષે હાજાભાઈ રૂડાભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે.મજૂરીના નાણાં માગતાં ઉગ્ર બોલાચાલીફરિયાદ મુજબ હાજાભાઈ રૂડાભાઈ પરમારે યોગેશભાઈ રવજીભાઈ વાઢેર પાસેથી મજૂરીના રૂ.500ની માગણી કરી હતી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya