
નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) ઘરેલુ સરાફા બજારમાં આજે તેજીનું વલણ જળવાયેલુ છે. ભાવમાં આવેલા ઉછાળાના કારણે ચેન્નઈ સિવાય દેશના મોટાભાગના સરાફા બજારમાં સોનું આજે 2,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 2,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી મોંઘું થઈ ગયું છે. એ જ રીતે ચેન્નઈમાં સોનાના ભાવમાં આજે 2,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 2,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીની તેજી આવી છે.
ભાવમાં આવેલી તેજીના કારણે દેશના સરાફા બજારમાં 24 કેરેટ સોનું 1,51,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,53,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. જ્યારે 22 કેરેટ સોનું આજે 1,38,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,40,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે ચાંદીના ભાવમાં પણ મજબૂતી આવતાં આ ચમકીલી ધાતુ દિલ્હી સરાફા બજારમાં આજે 2,65,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.
દિલ્હીમાં 24 કેરેટ સોનું આજે 1,51,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,39,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,51,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,38,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. એ જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 1,51,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 1,38,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.
આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નઈમાં 24 કેરેટ સોનું આજે 1,53,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે અને 22 કેરેટ સોનું 1,40,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે વેચાઈ રહ્યું છે. એ જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનું 1,51,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,38,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત 1,51,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,38,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
જયપુરમાં 24 કેરેટ સોનું 1,51,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,39,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 1,51,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,38,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. લખનૌના સરાફા બજારમાં 24 કેરેટ સોનું આજે 1,51,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે અને 22 કેરેટ સોનું 1,39,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના સરાફા બજારમાં પણ આજે સોનાના ભાવમાં તેજી નોંધાઈ છે. આ ત્રણેય રાજ્યોની રાજધાનીઓ બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનું 1,51,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. એ જ રીતે આ ત્રણેય શહેરોના સરાફા બજારોમાં 22 કેરેટ સોનું 1,38,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ