
નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ધૈર્ય, વિવેક અને દૂરદર્શિતા પ્રેરિત કાર્યો દ્વારા જ સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે. તેમણે જણાવ્યું કે દરેક નિર્ણય માટે ઊંડી સમજ જરૂરી છે, કારણ કે સફળતા એવા નિર્ણયોના આધારે મળે છે, જે યોગ્ય વિચાર-વિમર્શ સાથે લેવામાં આવે છે.
પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે એક્સ પોસ્ટમાં સંસ્કૃત સુભાષિત શેર કર્યું-
“सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम्। वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव सम्पदः॥”
આ સુભાષિતનો અર્થ છે કે, કોઈ પણ કાર્યને વિચાર્યા વિના શરૂ કરવું જોઈએ નહીં, કારણ કે અવિવેકપૂર્ણ કાર્યો મોટી આપત્તિઓને આમંત્રણ આપે છે. તેના વિપરીત, સફળતા અને સમૃદ્ધિ સ્વયં એવા વ્યક્તિને પસંદ કરે છે, જે દરેક કાર્યને વિચાર-વિમર્શ કરીને કરે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ધૈર્ય, વિવેક અને દૂરદર્શિતા સાથે કરાયેલા કાર્યો દ્વારા જ સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલે છે. તેથી દરેક નિર્ણયમાં પૂરતી સમજદારી જરૂરી છે, કારણ કે વિચારપૂર્વક ઉઠાવેલું પગલું જ સફળતાનો આધાર બને છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ