ધરમપુરના પ્રોહીબીશન કેસમાં વોન્ટેડ આરોપી ભિલાડથી ઝડપાયો
વલસાડ,16 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને ધરમપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. ભિલાડ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી તેને વધુ કાર્યવાહી માટે ધરમપુર પોલી
આરોપી


વલસાડ,16 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને ધરમપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. ભિલાડ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી તેને વધુ કાર્યવાહી માટે ધરમપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.એલસીબી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે એલસીબીની ટીમ કામગીરી કરી રહી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પિયુષ મહેન્દ્રસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન ધરમપુર પોલીસ સ્ટેશનના ગુનો હેઠળ પ્રોહીબીશન એક્ટની કલમ મુજબ વોન્ટેડ આરોપી લાહનુ માહદુભાઈ હીલીમ , રહે. ગીરનારા ગામ, નિલુગી ફળિયા, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડને ભિલાડ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને વધુ તપાસ માટે ધરમપુર પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે.લાહનુ માહદુભાઈ હીલીમ , રહે. ગીરનારા ગામ, નિલુગી ફળિયા, તા. કપરાડા, જિ. વલસાડ.એલસીબીની આ કાર્યવાહીને વલસાડ જિલ્લામાં વોન્ટેડ આરોપીઓ સામેની અસરકારક કામગીરી તરીકે જોવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande