કુતીયાણામાં, વાહન પાર્કિંગ મુદ્દે મારામારી.
પોરબંદર, 16 જૂન (હિ.સ.)કુતિયાણાના ચુનારીવાસ વિસ્તારમાં વાહન પાર્કિંગ બાબતે થયેલા મનદુઃખે મારામારીનું સ્વરૂપ ધારણ કરતાં ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે.પોલીસ ફરિયાદ મુજબ હરસુખભાઈ વલ્લભભાઈ ચૌહાણે પોતાના ઘરની બાજુમાં વાહનો પાર્ક ન કરવા જણાવતાં આરોપીઓએ
કુતીયાણામાં, વાહન પાર્કિંગ મુદ્દે મારામારી.


પોરબંદર, 16 જૂન (હિ.સ.)કુતિયાણાના ચુનારીવાસ વિસ્તારમાં વાહન પાર્કિંગ બાબતે થયેલા મનદુઃખે મારામારીનું સ્વરૂપ ધારણ કરતાં ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે.પોલીસ ફરિયાદ મુજબ હરસુખભાઈ વલ્લભભાઈ ચૌહાણે પોતાના ઘરની બાજુમાં વાહનો પાર્ક ન કરવા જણાવતાં આરોપીઓએ આ બાબતનું મનદુઃખ રાખ્યું હતું.

બનાવના દિવસે આરોપી દિલુ હંસરાજભાઈ ચૌહાણ, બીજલ ભનુભાઈ ચૌહાણ, ભનુ હંસરાજભાઈ ચૌહાણ અને અરવિંદ દિલુભાઈ ચૌહાણે ફરીયાદી તથા મનસુખભાઈ સાથે બોલાચાલી કરી ગાળાગાળી શરૂ કરી હતી. આ દરમિયાન દિલુ ચૌહાણે રસ્તામાંથી પથ્થર ઉઠાવી મનસુખભાઈના મોઢાના ભાગે ફટકાર્યો હતો. જ્યારે અન્ય આરોપીઓએ ફરીયાદી અને મનસુખભાઈને પકડી રાખી ઢીકાપાટુનો માર માર્યો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, અરવિંદ ચૌહાણે હાથમાં રહેલી વાંસની લાકડી વડે મનસુખભાઈ પર હુમલો કરી તેમના મોઢા તથા શરીરના ભાગોમાં ઈજાઓ પહોંચાડી હતી. દરમિયાનગીરી કરવા આવેલા ફરિયાદી અને કાજલબેનને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

બનાવ અંગે કુતિયાણા પોલીસે, ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande