જામનગરમાં કારમાંથી રૂ.3.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર, 16 જૂન (હિ.સ.) જામનગર શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે મોટી કાર્યવાહી હાથ ધરી મારુતિ સુઝુકી રિટ્ઝ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે
દારૂ


જામનગર, 16 જૂન (હિ.સ.) જામનગર શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે મોટી કાર્યવાહી હાથ ધરી મારુતિ સુઝુકી રિટ્ઝ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.3,62,900નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.જામનગર પોલીસ જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે રાજપાર્કના ઢાળિયા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન ભાવેશસિંહ ગટુભા જાડેજા અને હનીફ યુસુફભાઈ સફીયાના કબજાની મારુતિ સુઝુકી રિટ્ઝ કાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે રાખેલો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી ઇંગ્લિશ દારૂની 43 બોટલ કિંમત 55,900, બે મોબાઇલ ફોન કિંમત 7,000 તથા કાર કિંમત .3,00,000 મળી કુલ 3,62,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન ઝડપાયેલા દારૂનો જથ્થો અલ્તાફ શેખ ઉર્ફે બંટી, દ્વારા આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. હાલ તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande