
ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા યોજાઈ સમૂહ 108 શ્રી સત્યનારાયણ કથા સોમનાથ પવિત્ર પુરુષોત્તમ માસ અનુસંધાને સોમપુરા બ્રાહ્મણ સમાજ તરફથી 108 શ્રી સત્યનારાયણ કથાનું દિવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું
સોમપુરા બ્રાહ્મણ સમાજ ની વાડી ખાતે યોજાયેલ આ સમૂહ કથામાં સમાજના બહોળા પરિવારો જોડાયા હતા તીર્થ પુરોહિત વિભાગના મહામંત્રી વિક્રાંત પાઠકે અંગે જણાવ્યું હતું કે અમારે બ્રાહ્મણોએ માત્ર પૂજા કરાવવાની નહીં પરંપરા અનુસાર પૂજા કરવાની પણ થાય છે ત્યારે આ તો હરીહર ની ભૂમિ છે જેમાં ભગવાન નારાયણ ની ઉપાસના કરવી એ અમારી પરંપરાગત ભગવદભક્તિ છે જેથી સમગ્ર સમાજને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે આશીર્વાદ મળે આ કથામાં 108 યુગલો પરિવાર સાથે જોડાયા હતા સાંજે 4 થી રાત્રિના 8 સુધી ચાલેલી આ કથા બાદ સમૂહમાં પ્રસાદીનું પણ આયોજન થયેલ છે આ કથામાં સોમપુરા બ્રાહ્મણ સમાજ ના સભ્યો ટ્રસ્ટીઓ અને પ્રમુખ હેમલભાઈ ભટ્ટ સહિત સૌ ઉપસ્થિત રહી સારા આયોજન સાથે ભક્તિ ભાવ કર્યો
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ