
ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નવડા ગામની અંદર જી એસ સી એલ ફાઉન્ડેશન અને નીતારા દ્વારા પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજનના અનુસંધાને નીતારામાંથી આવેલા (રિપોર્ટિંગ મેનેજર મહંમદ ઇમરાન) એ પશુપાલન અંગે માહિતી અને પશુપાલનમાં દૂધમાં વધારો કેમ કરવો એ બાબતનુ માર્ગદર્શન આપ્યું હતું એમાં પ્રશ્નાવડા ગામના 40 થી વધારે ખેડૂતોએ આ શિબિરમાં જોડાણા હતા અને પશુપાલન વિશે માર્ગદર્શન મેળવ્યું હતું.
જી એસ સેલ ફાઉન્ડેશન દ્વારા પશુપાલન કાર્યક્રમ હેઠળ અને ટેકનોલોજીના માધ્યમથી પશુપાલનમાં આગળ વધવું અને પશુપાલનમાં ઓલાદ સુધાર થાય એ માટે પશુપાલન પશુ ઓલાદ સુધારણા અને બીજદાન પ્રોજેક્ટ ની શરૂઆત જી એચ સી એલ ફાઉન્ડેશનના માધ્યમથી કરવામાં આવી છે જે સુત્રાપાડા તાલાળા અને વેરાવળ તાલુકાના 55 જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે અને એનાથી હજારો ખેડૂતોની અંદર પશુ ઓલાદ સુધારણા કાર્યક્રમમાં બીજદાનમાં સબસીડી સહાય યોજનામાં લાભ લઈ શકશે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ