તાલાલા શહેરમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું:વૃક્ષોનું જતન કરવા અનુરોધ
ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) તાલાલા શહેરમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે જનજાગૃતિ નાં હેતુ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાત યોગ બોર્ડના કોચ ઈલાબેન લક્કડના સહયોગથી શહેરના બાપા સીતારામ ચોક તથા સાર્વજનિક પ્
તાલાલા શહેરમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા


ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) તાલાલા શહેરમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે જનજાગૃતિ નાં હેતુ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાત યોગ બોર્ડના કોચ ઈલાબેન લક્કડના સહયોગથી શહેરના બાપા સીતારામ ચોક તથા સાર્વજનિક પ્લોટમાં યોગા મંડળની બહેનો દ્વારા ગુલમહોર, ગરમાળો, આંબળી, આસોપાલવ સહિત વિવિધ જાતના અંદાજે ૩૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સામે વૃક્ષોનું મહત્વ સમજાવી પર્યાવરણની જાળવણી માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું...પર્યાવરણને શુદ્ધ રાખવા, તાપમાનમાં ઘટાડો લાવવા અને ઓક્સિજનનું પ્રમાણ જાળવવા વૃક્ષોનું વાવેતર કરી જતન કરવા અનુરોધ કર્યો હતો.યોગા મંડળની બહેનોએ પર્યાવરણ નું જતન કરવા સામુહિક સંકલ્પ કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande