
ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) બાળમજૂરીથી થતું બાળકોનું શોષણ અટકાવવા તથા જિલ્લામાં બાળમજૂરીનું નિયંત્રણ કરવા બાળશ્રમયોગી નાબૂદી અંગેની ટાસ્કફોર્સ દ્વારા બાળ મજૂરી નાબૂદી રેડ” કરી વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
બાળમજૂરી નાબુદી ઝુંબેશ હેઠળ ઉના શહેર વિસ્તારમાં જુદી જુદી જગ્યાઓએ દરોડા પાડીને રાજ ટ્રેડર્સ, શુભકૃપા ઇલેક્ટ્રીક, ઘનશ્યામ ઓટો સ્પેર્સ, માંડવી દાબેલીમાં એક-એક તરૂણ શ્રમયોગી મળી કુલ ચાર ૦૪ (ચાર) તરૂણ શ્રમયોગીઓ મળી આવ્યાં હતાં. જેથી સંસ્થાના માલિકને નોટીસ પાઠવી આગળની કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ રેડમાં સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમાર, જિલ્લા રોજગાર કચેરીના આર. એમ. વાઘ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના વી. વી. ગોજીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના જે. પી. ગોસ્વામી, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના ડી. ડી. મકવાણા, ઉના નગરપાલિકાના એસ. કે. ચાવડા, આર. એમ. ડાંગર, બી. એલ. બારીયા ઉના સીટી પોલિસ સ્ટેશન-ઉના અને ચેતનાબેન પ્રેમજીભાઈનો સહયોગ રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ