લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુમાં વધુ જનભાગીદારી પર આપ્યો ભાર
નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.). લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ, મંગળવારે લોકશાહીમાં વધુમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, વિકસિત ભારત 2047નું નિર્માણ યુવાનોની ઊર્જા, નવાચાર, નેતૃત્વ ક્ષમતા અને કર્તવ્યબોધથી શક્ય બનશે. ઓમ બિરલાએ સંસદ
'વિકસિત ભારત યુવા સંસદ 2026'ના સહભાગીઓને સંબોધિત કરતાં ઓમ બિરલા


નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.). લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ, મંગળવારે લોકશાહીમાં વધુમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, વિકસિત ભારત 2047નું નિર્માણ યુવાનોની ઊર્જા, નવાચાર, નેતૃત્વ ક્ષમતા અને કર્તવ્યબોધથી શક્ય બનશે.

ઓમ બિરલાએ સંસદ ભવન પરિસરમાં સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય સ્તરે 'વિકસિત ભારત યુવા સંસદ 2026'ના સહભાગીઓને સંબોધિત કરતાં આ વાત કહી. લોકસભા અધ્યક્ષે કહ્યું કે, વિવિધ સંસ્કૃતિઓ અને અલગ-અલગ ભૌગોલિક પરિસ્થિતિઓ ધરાવતી વિશ્વની સૌથી મોટી વસ્તી હોવા છતાં આઝાદી પછી દેશ વધતી જન-ભાગીદારી સાથે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકે ઊભરી આવ્યો છે.

તેમણે કહ્યું કે, લોકશાહી દેશની કાર્ય-સંસ્કૃતિ અને વિચારસરણીનો મહત્વપૂર્ણ ભાગ રહી છે. લોકસભા અધ્યક્ષે કહ્યું કે, દેશનું ભવિષ્ય સુધારવા અને વિકસિત ભારતનો લક્ષ્ય હાંસલ કરવા માટે લોકશાહીમાં સક્રિય અને સમાવેશી ભાગીદારી જરૂરી છે. આ પહેલાં તેમણે રાષ્ટ્રીય સ્તરે 'વિકસિત ભારત યુવા સંસદ 2026'નું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે કેન્દ્રીય યુવા અને ખેલમંત્રી ડૉ. મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા.

'વિકસિત ભારત યુવા સંસદ'નું આયોજન દર વર્ષે ભારત સરકારના યુવા મામલાઓ અને ખેલ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ મુખ્ય પહેલ દેશભરના યુવાનોને લોકશાહી પ્રક્રિયાઓ, નીતિગત ચર્ચાઓ અને સંસદીય કાર્યવાહીમાં જોડાવાનું એક અનોખું મંચ આપે છે, જેના કારણે 'વિકસિત ભારત 2047'ની યાત્રામાં તેમની ભૂમિકા મજબૂત થાય છે.

હિંદુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande