રાજૌરીના નૌશેરા સેક્ટરમાં એલઓસી પાસે, લૅન્ડમાઇન વિસ્ફોટ. સેનાના ચાર જવાન ઘાયલ
રાજૌરી, નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે લાઇન ઑફ કંટ્રોલ નજીક થયેલા વિસ્ફોટમાં સેનાના ચાર જવાન ઘાયલ થયા, જેમાં એક જુનિયર કમિશન્ડ ઑફિસર પણ સામેલ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્ફોટ નૌશેરા સેક્ટરના આગળના કલાલ વ
રાજૌરીના નૌશેરા સેક્ટરમાં એલઓસી પાસે, લૅન્ડમાઇન વિસ્ફોટ. સેનાના ચાર જવાન ઘાયલ


રાજૌરી, નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે લાઇન ઑફ કંટ્રોલ નજીક થયેલા વિસ્ફોટમાં સેનાના ચાર જવાન ઘાયલ થયા, જેમાં એક જુનિયર કમિશન્ડ ઑફિસર પણ સામેલ છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્ફોટ નૌશેરા સેક્ટરના આગળના કલાલ વિસ્તારમાં સેનાના જવાનો દ્વારા 'એરિયા ડોમિનેશન પેટ્રોલ' (વિસ્તારમાં પેટ્રોલિંગ) દરમિયાન ભૂલથી એક લૅન્ડમાઇન સક્રિય થઈ જવાથી થયો હતો. તેમણે જણાવ્યું કે, વિસ્ફોટમાં એક જુનિયર કમિશન ઓફિસર અને ત્રણ સૈનિક ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, ઘુસણખોરી-નિવારણ અભિયાન હેઠળ આગળના વિસ્તારોમાં લૅન્ડમાઇન બિછાવવામાં આવે છે, જે ક્યારેક વરસાદમાં વહેંચાઈ જાય છે, જેના કારણે આવા અકસ્માતો થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / રાધા પંડિતા / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande