
નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે ફ્રાન્સના શહેર એવિયાં પહોંચ્યા. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ વૈશ્વિક નેતાઓ સાથે વિવિધ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
એવિયાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, તેઓ જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ફ્રાન્સના એવિયાં પહોંચી ગયા છે અને વિશ્વ નેતાઓ સાથે, વિચાર-વિમર્શની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારત વધુ ટકાઉ અને સમૃદ્ધ વિશ્વના નિર્માણ માટે સામૂહિક પ્રયાસોને આગળ વધારવા પ્રત્યે પ્રતિબદ્ધ છે.
આ પહેલાં પ્રધાનમંત્રી મોદી જિનીવા પહોંચ્યા હતા, જ્યાં તેમની મુલાકાત સ્વિસ રાષ્ટ્રપતિ પાર્મેલિન સાથે થઈ હતી. પ્રધાનમંત્રીએ એક્સ પર અન્ય એક પોસ્ટમાં જણાવ્યું કે, જિનીવા હવાઈમથકે સ્વિસ રાષ્ટ્રપતિ પાર્મેલિન સાથે તેમની અર્થસભર ચર્ચા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, જી-7 શિખર સંમેલન સોમવારથી શરૂ થયું છે અને તેમાં દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓના નેતાઓ ઉપરાંત આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ