ઉમા સંસ્કાર સ્કૂલ ખાતે યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 16 જૂન (હિ.સ.)નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી મહેસાણાના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉજવણી અંતર્ગત AAM નાગલપુર દ્વારા મહેસાણાના રાધનપુર રોડ સ્થિત ઉમા સંસ્કાર સ્કૂલ ખાતે યોગ જાગૃતિ કાર્યક્ર
ઉમા સંસ્કાર સ્કૂલ ખાતે યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 16 જૂન (હિ.સ.)નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી મહેસાણાના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉજવણી અંતર્ગત AAM નાગલપુર દ્વારા મહેસાણાના રાધનપુર રોડ સ્થિત ઉમા સંસ્કાર સ્કૂલ ખાતે યોગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને યોગના મહત્વ અને તેના આરોગ્યલક્ષી લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોગ પ્રશિક્ષકો દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રક્રિયાનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થતો હોવાનું સમજાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કુલ 159 લાભાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કરી યોગ પ્રત્યે જાગૃતિનો સંદેશ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવા પેઢીમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ તંદુરસ્ત અને સંતુલિત જીવન માટે પ્રેરણા આપવાનો રહ્યો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande