મહેસાણામાં ‘વિકસિત ભારત સંકલ્પ’ અંતર્ગત ત્રણ દિવસીય પ્રદર્શનનો પ્રારંભ
મહેસાણ,16 જૂન (હિ.સ.) વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસકાર્યો અને વિવિધ યોજનાઓની માહિતી જનતા સુધી પહોંચાડવાના હેતુથી મહેસાણા ખાતે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, ગાં
મહેસાણામાં ‘વિકસિત ભારત સંકલ્પ’ અંતર્ગત ત્રણ દિવસીય પ્રદર્શનનો પ્રારંભ


મહેસાણ,16 જૂન (હિ.સ.) વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસકાર્યો અને વિવિધ યોજનાઓની માહિતી જનતા સુધી પહોંચાડવાના હેતુથી મહેસાણા ખાતે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત આ જિલ્લા કક્ષાનું પ્રદર્શન પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે 16 જૂનથી 18 જૂન 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે.

જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રદર્શન દરરોજ સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસલક્ષી પ્રકલ્પો, જનકલ્યાણકારી યોજનાઓ અને વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે.

પ્રદર્શનમાં વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ અમલમાં આવેલા મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સની માહિતી ચિત્રો અને દૃશ્ય સામગ્રી દ્વારા રજૂ કરવામાં આવી છે. ઉપરાંત, મહેસાણા જિલ્લામાં અગાઉ યોજાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ’ ચિત્ર સ્પર્ધામાં સ્થાનિક સ્પર્ધકો દ્વારા તૈયાર કરાયેલા ઉત્કૃષ્ટ ચિત્રો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

વિકાસ અને કલાના સંગમરૂપ આ પ્રદર્શન નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ બનશે. જિલ્લા તંત્ર દ્વારા તમામ નાગરિકોને પ્રદર્શનની મુલાકાત લઈ વિકાસગાથાથી માહિતગાર બનવા અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande