મહેસાણા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં જનકલ્યાણ શિબિરો યોજાઈ, નાગરિકોને મળ્યો સરકારી યોજનાઓનો લાભ
મહેસાણા, 16 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની કલ્યાણકારી
મહેસાણા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં જનકલ્યાણ શિબિરો યોજાઈ, નાગરિકોને મળ્યો સરકારી યોજનાઓનો લાભ


મહેસાણા, 16 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે અને પાત્ર લાભાર્થીઓને ઘરઆંગણે સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી આ કાર્યક્રમો યોજાયા હતા.

આ અંતર્ગત મહેસાણા તાલુકાના નુગર, બેચરાજી તાલુકાના મોઢેરા, વિજાપુરના ખરોડ, ખેરાલુના અરઠી, ઊંઝાના કહોડા, કડીના કૈયલ, સતલાસણાના સુદાસણા, જોટાણાના સુરજ અને વિસનગરના જેતલવાસણા ગામોમાં જનકલ્યાણ શિબિરો યોજાઈ હતી. શિબિરોમાં સ્થાનિક અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ પાત્ર અરજદારો પાસેથી વિવિધ યોજનાઓ માટે સ્થળ પર જ અરજીઓ સ્વીકારવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પાત્ર લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો અને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જનકલ્યાણ શિબિરો દ્વારા સરકારી સેવાઓને લોકોના દ્વારે પહોંચાડવાનો પ્રયાસ સફળ બન્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande