કાંસા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સેશન યોજાયું
મહેસાણા, 16 જૂન (હિ.સ.) નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી મહેસાણાના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની 100 દિવસીય ઉજવણી અંતર્ગત કાંસા પ્રાથમિક શાળામાં વિશેષ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ
કાંસા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સેશન યોજાયું


મહેસાણા, 16 જૂન (હિ.સ.) નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી મહેસાણાના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની 100 દિવસીય ઉજવણી અંતર્ગત કાંસા પ્રાથમિક શાળામાં વિશેષ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના સર્વાંગી વિકાસ, શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો હતો.

યોગ સેશન દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની સરળ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા યોગના નિયમિત અભ્યાસથી શરીર અને મનને થતા લાભોની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં યોગને અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને યોગાસનોનું પ્રદર્શન કર્યું હતું. યોગ દ્વારા એકાગ્રતા, આત્મવિશ્વાસ અને શિસ્તના ગુણો વિકસે છે તેમજ તણાવમુક્ત જીવન જીવવામાં મદદ મળે છે તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.

શાળાના શિક્ષકો અને આયુષ વિભાગના પ્રતિનિધિઓએ યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને તંદુરસ્ત જીવનશૈલી વિકસાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande