પોરબંદર એરપોર્ટ ખાતે પેસેન્જર સુવિધા દિવસની ઉજવણી કરાઈ.
પોરબંદર, 16 જૂન (હિ.સ.)સમગ્ર દેશમાં 15 જૂનના રોજ પેસેન્જર સુવિધા દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદર એરપોર્ટ ખાતે વિવિધ જનકલ્યાણ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ સત્તાધીશો દ્વારા આયોજિત કાર્યક્રમોમાં કર્મચારીઓ તેમજ વિવિધ હિસ્સ
પોરબંદર એરપોર્ટ ખાતે પેસેન્જર સુવિધા દિવસની ઉજવણી કરાઈ.


પોરબંદર એરપોર્ટ ખાતે પેસેન્જર સુવિધા દિવસની ઉજવણી કરાઈ.


પોરબંદર એરપોર્ટ ખાતે પેસેન્જર સુવિધા દિવસની ઉજવણી કરાઈ.


પોરબંદર એરપોર્ટ ખાતે પેસેન્જર સુવિધા દિવસની ઉજવણી કરાઈ.


પોરબંદર, 16 જૂન (હિ.સ.)સમગ્ર દેશમાં 15 જૂનના રોજ પેસેન્જર સુવિધા દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદર એરપોર્ટ ખાતે વિવિધ જનકલ્યાણ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ સત્તાધીશો દ્વારા આયોજિત કાર્યક્રમોમાં કર્મચારીઓ તેમજ વિવિધ હિસ્સેદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ અવસરે રક્તદાન શિબિર અને આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે ભાગ લઈ આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. ઉપરાંત દેશભક્તિની ભાવના પ્રબળ બને તે માટે વંદે માતરમ ગીતનું ગાન પણ કરવામાં આવ્યું હતું.પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પરિસરમાં વૃક્ષોના રોપા વાવી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પેસેન્જર સુવિધા દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત આ કાર્યક્રમો દ્વારા સામાજિક જવાબદારી, આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. એરપોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ હિસ્સેદારોએ કાર્યક્રમોને સફળ બનાવવા સક્રિય સહભાગિતા નોંધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande